રાજકોટ,
ક્રિકેટને જોવામાં આવે તો તેને અનિશ્ચિત્તાઓની ગેમ કહેવામાં આવે છે. આ રમત દરમિયાન મેદાનમાં એવી કેટલાક નજારા સામે આવતા હોય છે કે જેને જોઈ તમે પોતાનું હસવાનું બંધ પણ નહિ કરી શકો.
આ જ પ્રકારે રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ભારત અને વેસ્ટ ઇન્ડીઝ સામે પ્રથમ ટેસ્ટ મેચમાં કઈક બન્યું છે.
હકીકતમાં ભારતે પોતાની પ્રથમ ઇનિંગ્સ ૬૪૯ રનના સ્કોરે ડિક્લેર કર્યા બાદ વેસ્ટ ઇન્ડીઝની ટીમે પોતાની પ્રથમ ઇનિંગ્સ શરુ કરી હતી. આ દરમિયાન મેચની ૧૨મી ઓવરમાં સ્પિન બોલર આર. અશ્વિને કેરેબિયન પ્લેયર હેટમ્પર સામે બોલ ફેક્યો હતો.
When sir Jadeja bats he want Century, when he was on field he want Run-out nd when he is bowling he wants wicket Wowww!!!👏👏 @imjadeja #INDvWI pic.twitter.com/PBeEzyAZB1
— Sagar Kabir (@Sagar_Kabir10) October 5, 2018
જો કે દરમિયાન હેટમ્પરે મીડ વિકેટ બાજુ શોટ ફટકારી રન લેવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ અચાનક જ હેટમ્પરે રન ન લેવાનો નિર્ણય કર્યો હતો. બીજી બાજુ નોન સ્ટ્રાઈક પર રહેલા બેટ્સમેન રન લેવાની ઈચ્છાએ દોડતો ચાલ્યો ગયો અન પોતાના સાથીદાર બેટ્સમેન બાજુ ભાગી ગયો.
તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે, જાડેજાએ બોલ અન્ય ખેલાડીને આપી રન આઉટ કરવાના બદલે તે જોગિંગ કરતો ચાલ્યો ગયો હતો. એક સમયે અન્ય ખેલાડીઓને લાગ્યું કે જાડેજા શું કરી કર્યો છે. જો કે તેઓએ અંતમાં સ્ટમ્પ પાસે જઇને રન આઉટ કયો હતો, પરંતુ મૌકો ચુકી ગયો હોત તો તે આઉટ ન થઇ શક્યો હોત.
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ મજબૂત જણાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે પોતાની પ્રથમ ઇનિંગ્સ ૯ વિકેટના નુકશાને ૬૪૯ રન પર ડિક્લેર કરી છે.
જો કે ભારતના ૬૪૯ રનના પહાડ જેવા સ્કોરની સામે વેસ્ટ ઇન્ડીઝ ટીમની હાલત ખુબ નાજુક જોવા મળી રહી છે. વેસ્ટ ઇન્ડીઝની ટીમે બીજા દિવસના અંત સુધી ૬ વિકેટના નુકશાને ૯૪ રન બનાવી લીધા છે અને ભારત કરતા ૫૫૫ રન પાછળ છે.
