Not Set/ સાઉથ એશિયન જુડો ચેમ્પિયનશીપમાં ભારતે જીત્યા ૧૦ ગોલ્ડ મેડલ

કાઠમંડુ, નેપાળના કાઠમંડુમાં રમાઈ રહેલા સાઉથ એશિયન જુડો ચેમ્પિયનશીપમાં ભારતને મોટી સફળતા મળી છે. સાઉથ એશિયન જુડો ચેમ્પિયનશીપના ૮માં એડિસનમાં ભારતે ૧૦ ગોલ્ડ મેડલ જીત્યા છે. ભારતે કુલ ૧૦ ગોલ્ડ મેડલમાંથી ૭ ગોલ્ડ મેડલ મહિલાઓ અને બાકીના ૩ ગોલ્ડ પુરુષોની ટીમે જીત્યા છે. India has bagged a total of 10 Gold Medals in the 8th […]

Sports
sfafsf સાઉથ એશિયન જુડો ચેમ્પિયનશીપમાં ભારતે જીત્યા ૧૦ ગોલ્ડ મેડલ

કાઠમંડુ,

નેપાળના કાઠમંડુમાં રમાઈ રહેલા સાઉથ એશિયન જુડો ચેમ્પિયનશીપમાં ભારતને મોટી સફળતા મળી છે. સાઉથ એશિયન જુડો ચેમ્પિયનશીપના ૮માં એડિસનમાં ભારતે ૧૦ ગોલ્ડ મેડલ જીત્યા છે.

ભારતે કુલ ૧૦ ગોલ્ડ મેડલમાંથી ૭ ગોલ્ડ મેડલ મહિલાઓ અને બાકીના ૩ ગોલ્ડ પુરુષોની ટીમે જીત્યા છે.

જુડો ચેમ્પિયનશીપની ૭૮ કિલોગ્રામ ભારવર્ગમાં ગોલ્ડ મેડલ જીતનારી જીના દેવીએ જણાવ્યું, “હું ખુબ ઉત્સુક છું અને ખુશ છું, કારણ કે, હુંએ ભારત માટે ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. હું આ ખુશીથી ખુબ અભિભૂત છું”.

DbZk5eaW0AAPDXC સાઉથ એશિયન જુડો ચેમ્પિયનશીપમાં ભારતે જીત્યા ૧૦ ગોલ્ડ મેડલ

જીના દેવીએ વધુમાં જણાવ્યું, “હું મારા મિત્રો, પોતાની ટીમ કે તેઓએ મને હંમેશા સપોર્ટ કર્યું, મારા સિનીયર અને મારા કોચ, જેઓ મને અહિયાં સુધી લઈને આવ્યા અને મારા બોસ કે જેઓએ મને મને બોક્સિંગ શીખવાડ્યું, હું તમામને આ મેડલ સમર્પિત કરું છું”.

આ જુડો ચેમ્પિયનશીપમાં ભારતે ૧૦ ગોલ્ડ અને ૩ બ્રોન્ઝ સાથે કુલ ૧૩ મેડલ પોતાના નામે કાર્ય હતા.

નેપાળે ૨ ગોલ્ડ, ૬ સિલ્વર અને ૧૩ બ્રોન્ઝમેડલ સાથે કુલ ૨૧ મેડલ પોતાના નામે કર્યા હતા.

પાકિસ્તાને ૨ ગોલ્ડ, ૩ સિલ્વર અને ૩ બ્રોન્ઝમેડલ સાથે કુલ ૮ મેડલ જીતીને લિસ્ટમાં ત્રીજું સ્થાન હાંસલ કર્યું છે.

શ્રીલંકાએ ૩ ગોલ્ડ અને ૫ બ્રોન્ઝમેડલ સાથે કુલ ૮ મેડલ પોતાના નામે કર્યા હતા.

બાંગ્લાદેશે ૨ સિલ્વર અને ૨ બ્રોન્ઝમેડલ સાથે કુલ ૪ મેડલ જીત્યા હતા. જયારે ભૂટાનને માત્ર એક મેડલથી સંતોષ કરવો પડ્યો હતો.