Not Set/ #INDvAUS : ઋષભ પંતે કાંગારું કેપ્ટનને આપ્યો વળતો જવાબ, કહ્યું, “ટેમ્પરરી કેપ્ટન”

મેલબર્ન, મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે ને વિજયથી માત્ર ૨ વિકેટ દૂર છે. જો કે આ ટેસ્ટ મેચ દરમિયાન બંને ટીમના ખેલાડીઓ વચ્ચે ટીકા – ટિપ્પણીનો દોર પણ ચાલી રહ્યો છે. https://twitter.com/DarshanChelani/status/1078870052575817729 હકીકતમાં કાંગારું કેપ્ટન ટીમ પેન દ્વારા ભારતના વિકેટકીપર બેટ્સમેન ઋષભ […]

Trending Sports

મેલબર્ન,

મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે ને વિજયથી માત્ર ૨ વિકેટ દૂર છે.

જો કે આ ટેસ્ટ મેચ દરમિયાન બંને ટીમના ખેલાડીઓ વચ્ચે ટીકા – ટિપ્પણીનો દોર પણ ચાલી રહ્યો છે.

https://twitter.com/DarshanChelani/status/1078870052575817729

હકીકતમાં કાંગારું કેપ્ટન ટીમ પેન દ્વારા ભારતના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને ઉકસવિયો હતો, ત્યારે હવે પંતે પણ આજ અંદાજમાં તેનો જવાબ આપ્યો હતો.

ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ્સ દરમિયાન જયારે મિશેલ માર્શના આઉટ થયા બાદ ટીમ પેન ક્રીઝ પર આવ્યો હતો. ત્યારબાદ પંતે યજમાન ટીમના કેપ્ટને ક્રીઝ પર આવવાની સાથે જ તેઓનું સ્લેજિંગ સાથે જ સ્વાગત કર્યું હતું.

પંતે સ્લેજિંગ શરુ કરતા પેનને ટેમ્પરરી (અસ્થાયી) કેપ્ટન બતાવ્યો હતો અને પછી પણ તે બોલતો રહ્યો હતો. પરંતુ આ ટિપ્પણી બાદ ફિલ્ડ અમ્પયારે પંતને બોલાવ્યો હતો અને તેને સમજાવ્યો હતો.

https://twitter.com/div_310/status/1078902756507758594

જોવામાં આવે તો, આ સ્લેજિંગની શરૂઆત પંતે નહી પણ કાંગારું કેપ્ટને જ કરી હતી. મેચના ત્રીજા દિવસે પેને પંતને ઘણું બધું કહ્યું હતું. આ પહેલા ટીમ પેને ઋષભ પંતને ઉકસાવતા કહ્યું હતું કે, “ધોનીની ટીમમાં વાપસી થઇ ગઈ છે અને ત્યારબાદ તમે ખાલી થઇ જશો, શું તમે (પંત) મારા બાળકોનો સંભાળ કરશો”.