Not Set/ #INDvAUS : બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમનું એલાન, આ ખેલાડીઓને કરાયા બહાર

પર્થ, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચાર ટેસ્ટની શ્રેણીની બીજી મેચ શુક્રવારથી પર્થ ખાતે રમાવવાની છે, ત્યારે આ પહેલા ૧૩ સભ્યોની ભારતીય ટીમનું એલાન કરવામાં આવ્યું છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા ઘોષિત કરવામાં આવેલી ભારતીય ટીમમાં સ્પિન બોલર આર. અશ્વિન અને રોહિત શર્માને સ્થાન આપવામાં આવ્યું નથી. આ બંને ખેલાડીઓ ઈજાના કારણે ઓસ્ટ્રેલિયા સામે […]

Trending Sports
ap18232642668291 1534946249 #INDvAUS : બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમનું એલાન, આ ખેલાડીઓને કરાયા બહાર

પર્થ,

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચાર ટેસ્ટની શ્રેણીની બીજી મેચ શુક્રવારથી પર્થ ખાતે રમાવવાની છે, ત્યારે આ પહેલા ૧૩ સભ્યોની ભારતીય ટીમનું એલાન કરવામાં આવ્યું છે.

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા ઘોષિત કરવામાં આવેલી ભારતીય ટીમમાં સ્પિન બોલર આર. અશ્વિન અને રોહિત શર્માને સ્થાન આપવામાં આવ્યું નથી. આ બંને ખેલાડીઓ ઈજાના કારણે ઓસ્ટ્રેલિયા સામે રમાનારી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમમાં હશે નહિ.

અત્રે ઉલ્લેખનીય છે કે, એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતનો ૩૧ રને શાનદાર વિજય થયો હતો અને ૧-૦ની લીડ મેળવી હતી.

ભારતીય ટીમ :

વિરાટ કોહલી (કેપ્ટન), મુરલી વિજય, કે એલ રાહુલ, ચેતેશ્વર પુજારા, રહાને, હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, ભૂવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ.