Not Set/ #INDvAUS : કેપ્ટન કોહલી વધુ એકવાર કરશે કમાલ, તોડી શકે છે આ રેકોર્ડ

પર્થ, દુનિયાના નંબર એક બેટ્સમેન અને ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી હાલ પોતાના સર્વશ્રેષ્ઠ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી કોહલી દુનિયાભરના બોલરો માટે એક પડકાર બની ગયો છે અને અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. પર્થમાં રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટમાં કેપ્ટન કોહલીએ શાનદાર સદી ફટકારતા સૌથી ઝડપી ૨૫ સદી […]

Trending Sports
DucYhNgU8AAeJpc 1 #INDvAUS : કેપ્ટન કોહલી વધુ એકવાર કરશે કમાલ, તોડી શકે છે આ રેકોર્ડ

પર્થ,

દુનિયાના નંબર એક બેટ્સમેન અને ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી હાલ પોતાના સર્વશ્રેષ્ઠ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી કોહલી દુનિયાભરના બોલરો માટે એક પડકાર બની ગયો છે અને અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

પર્થમાં રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટમાં કેપ્ટન કોહલીએ શાનદાર સદી ફટકારતા સૌથી ઝડપી ૨૫ સદી ફટકારવાના મામલે દુનિયાનો બીજો અને ભારતનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે.

DuczXCeVAAA78in #INDvAUS : કેપ્ટન કોહલી વધુ એકવાર કરશે કમાલ, તોડી શકે છે આ રેકોર્ડ

જો કે ત્યારબાદ હવે વિરાટ કોહલીની નજર હવે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવવાના રેકોર્ડ પર છે. હાલમાં આ રેકોર્ડ શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ ખેલાડી કુમાર સંગાકારાના નામે છે. તેઓએ એક વર્ષમાં ક્રિકેટના તમામ ફોર્મેટ (ટેસ્ટ, વન-ડે, ટી-૨૦ ક્રિકેટ)ને મળી ૨૮૬૮ રન બનાવ્યા છે.

જો કે વર્ષ ૨૦૧૮માં કોહલીએ અત્યારસુધીમાં ૨૮૧૮ રન બનાવી લીધા છે અને આ રેકોર્ડથી માત્ર ૫૦ રન જ દૂર છે. જોવામાં આવે તો કોહલી પાસે હજી આ વર્ષે પર્થ ટેસ્ટની એક ઇનિંગ્સ અને મેલબર્નમાં રમાનારી બોક્સિંગ ડે ટેસ્ટ પણ છે, ત્યારે આ રેકોર્ડ તે પોતાના નામે કરી શકે છે.