Not Set/ #INDvWI : બીજી ટી-૨૦ મેચમાં રો-હિત શર્મા તોડી શકે છે કોહલીનો આ રેકોર્ડ

લખનઉ, ભારત અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટી-૨૦ મેચની શ્રેણીની બીજી મેચ લખનઉના નવેલે ઇકાના આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે રમાશે. ભારતીય સમય અનુસાર સાંજે ૭ વાગ્યે બીજી ટી-૨૦ મેચ શરુ થશે. રોહિત શર્મા બનાવી શકે છે આ રેકોર્ડ જો કે આ મેચમાં ઉતરવાની સાથે જ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત તરફથી સૌથી […]

Trending Sports
photo #INDvWI : બીજી ટી-૨૦ મેચમાં રો-હિત શર્મા તોડી શકે છે કોહલીનો આ રેકોર્ડ

લખનઉ,

ભારત અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટી-૨૦ મેચની શ્રેણીની બીજી મેચ લખનઉના નવેલે ઇકાના આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે રમાશે. ભારતીય સમય અનુસાર સાંજે ૭ વાગ્યે બીજી ટી-૨૦ મેચ શરુ થશે.

રોહિત શર્મા બનાવી શકે છે આ રેકોર્ડ

જો કે આ મેચમાં ઉતરવાની સાથે જ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ રનનો રેકોર્ડ બનાવી શકે છે અને વિરાટ કોહલીને પાછળ છોડી શકે છે.

રોહિત શર્માએ અત્યારસુધીમાં રમેલી ૮૫ મેચમાં કુલ ૨૦૯૨ રન બનાવ્યા છે, જયારે વિરાટ કોહલીના નામે ૨૧૦૨ રન છે, ત્યારે હવે વધુ ૧૧ રન બનાવવાની સાથે જ રોહિત શર્મા ટીમ ઇન્ડિયા તરફથી સૌથી રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.

આ ઉપરાંત ભારતના ઓપનર બેટ્સમેન શિખર ધવન પણ ૨૦ રન બનાવવાની સાથે જ પોતાના ટી-૨૦ કેરિયરમાં ૧૦૦૦ રન પુરા કરી શકે છે. ધવને અત્યારસુધીમાં ૪૧ મેચોમાં ૯૮૦ રન બનાવ્યા છે.

પ્રથમ ટી-૨૦ મેચમાં ભારતે મેળવી ૫ વિકેટે જીત

કલકત્તાના ઐતિહાસિક ઈડન ગાર્ડન ખાતે રમાયેલી પ્રથમ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ મેચમાં ભારતીય ટીમનો ૫ વિકેટે વિજય થયો હતો, ત્યારે હવે બીજી ટી-૨૦ મેચમાં પણ શાનદાર વિજય મેળવી શ્રેણી પોતાના નામે કરવાનો પ્રયાસ કરશે.

જો કે પ્રથમ મેચમાં કેરેબિયન ટીમ દ્વારા આપવામાં આવેલા ૧૧૦ રનના આશાન ટાર્ગેટ સામે પણ ભારતીય ટીમને જીત મેળવવા માટે ૧૭.૫ ઓવર સુધી રાહ જોવી પડી હતી.