Not Set/ IPL 2019 – મુંબઇએ સુપરઓવરમાં હૈદરાબાદને હરાવ્યું, પ્લેઓફમાં પહોંચી રોહિતની ટીમ

મુંબઇએ આઇપીએલના 51માં મુકાબલામાં હૈદરાબાદને સુપરઓવરમાં હરાવીને પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે. પ્લેઓફમાં સામિલ થનારી મુંબઇ ચેન્નાઇ સુપરકિંગ્સ અને દિલ્હી બાદ ત્રીજી ટીમ બની ચૂકી છે. સુપરઓવરમાં હૈદરાબાદે પહેલી બેટિંગ કરતા પહેલા જ બોલમાં મનીષ પાંડેની વિકેટ ગુમાવી હતી. બીજા બોલ પર માર્ટિન ગપ્ટિલે 1 રન કર્યો હતો. ત્રીજા બોલમાં મોહમ્મદ નબીએ છગ્ગો માર્યો હતો. ચોથા […]

Sports
Mumbai Indians Playoff IPL 2019 – મુંબઇએ સુપરઓવરમાં હૈદરાબાદને હરાવ્યું, પ્લેઓફમાં પહોંચી રોહિતની ટીમ

મુંબઇએ આઇપીએલના 51માં મુકાબલામાં હૈદરાબાદને સુપરઓવરમાં હરાવીને પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે. પ્લેઓફમાં સામિલ થનારી મુંબઇ ચેન્નાઇ સુપરકિંગ્સ અને દિલ્હી બાદ ત્રીજી ટીમ બની ચૂકી છે.

સુપરઓવરમાં હૈદરાબાદે પહેલી બેટિંગ કરતા પહેલા જ બોલમાં મનીષ પાંડેની વિકેટ ગુમાવી હતી. બીજા બોલ પર માર્ટિન ગપ્ટિલે 1 રન કર્યો હતો. ત્રીજા બોલમાં મોહમ્મદ નબીએ છગ્ગો માર્યો હતો. ચોથા બોલમાં બુમરાહે મોહમ્મદ નબીને ક્લીન બોલ્ડ કર્યો હતો. જીત માટે મુંબઇને 9 રનનું લક્ષ્યાંક આપવામાં આવ્યું હતું.

9 રનના લક્ષ્યાંકને હાંસિલ કરવા માટે મેદાનમાં ઉતરેલી મુંબઇ તરફથી હાર્દિંક પંડ્યાએ રાશિદ ખાનની બોલિંગમાં પહેલા જ બોલમં છગ્ગો માર્યો હતો. બીજા બોલમાં હાર્દિકે 1 રન લીધો હતો. ત્રીજા જ બોલમાં કિરોન પોલાર્ડે 2 રન લઇને મુંબઇને જીત અપાવી હતી. આ રોમાંચક જીત સાથે જ મુંબઇએ પ્લેઓફમાં સ્થાન મેળવ્યું હતું.

આ જીતની સાથે મુંબઇ હવે પોઇન્ટ્સ ટેબલમાં 16 અંક સાથે બીજા સ્થાન પર પહોંચી ચૂકી છે જ્યારે 12 અંકની સાથે હૈદરાબાદ ચોથા સ્થાન પર છે. સુપરઓવરમાં ઘાતક બોલિંગ માટે જસપ્રીત બુમરાહને મેન ઓફ ધ મેચ ઘોષિત કરાયો હતો.

અગાઉ ક્વિંટન ડિકોકની અર્ધશતકીય પારીના સહારે મુંબઇએ હૈદરાબાદ સામે 163 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જો કે જવાબમાં હૈદરાબાદે પણ ટક્કર આપતા 162 રન બનાવીને મેચ ટાઇ કરી હતી. તેને કારણે સુપરઓવર રમવામાં આવી હતી. હૈદરાબાદ તરફથી મનીષ પાંડેએ 47 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 71 રન બનાવ્યા હતા. મુંબઇ તરફથી જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાએ 2-2 વિકેટ ઝડપી હતી.

બન્ને ટીમ

સનરાઇઝર્સ હૈદરાબાદ – કેન વિલિયમ્સન, ભુવનેશ્વર કુમાર, અભિષેક શર્મા, ખલીલ અહમદ, રિકી ભુઇ, બાસિલ થમ્પી, શ્રીવત્સ ગોસ્વામી, માર્ટિન ગુપ્ટિલ, દીપક હુડ્ડા, સિદ્વાર્થ કૌલ, મોહમ્મદ નબી, શહબાજ નદીમ, ટી.નટરાજન, મનીષ પાંડે, યૂસુફ પઠાન, રાશિદ ખાન, રિદ્વિમાન સાહા, સંદીપ શર્મા, વિજય શંકર અને બિલી સ્ટાનલેક.

મુંબઇ ઇન્ડિયન્સ – રોહિત શર્મા (સૂકાની), હાર્દિક પંડ્યા, યુવરાજ સિંહ, કૃણાલ પંડ્યા, ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, મયંક મારકંડે, રાહુલ ચાહર, અનુકૂલ રોય, સિદ્વેશ લાડ, આદિત્ય તારે, ક્વિંટન ડી કોક, એવિન લુઇસ, કેરન પોલાર્ડ, બેન કટિંગ, મિશેલ મેક્લેનધન, એડમ મિલ્ને, જેશન બેહરેનડોર્ફ, અનમોલપ્રીત સિંહ, બરિંદર સરન, પંકજ જાયસવાલ, રસિખ સલામ, જસપ્રીત બુમરાહ