Not Set/ ચાઈનામેન ગુગલીમાં ઉડ્યું આયરલેન્ડ, પ્રથમ ટી-૨૦માં ભારતે ૭૬ રને મેળવી શાનદાર જીત

ડબ્લિન, ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી બે ટી-૨૦ શ્રેણીની પહેલી મેચમાં વિરાટ બ્રિગેડે શાનદાર જીત મેળવી છે. ડબ્લિનના માલાહાઇડના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી મેચમાં ભારતીય ટીમે ૭૬ રનથી જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે ૨૦૮ રનનો વિશાળ સ્કોર ખડકયો હતો. બીજી બાજુ ૨૦૯ના ટાર્ગેટ સામે યજમાન આયર્લેન્ડની ટીમે કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર […]

Sports
prv 1530157383 ચાઈનામેન ગુગલીમાં ઉડ્યું આયરલેન્ડ, પ્રથમ ટી-૨૦માં ભારતે ૭૬ રને મેળવી શાનદાર જીત

ડબ્લિન,

ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી બે ટી-૨૦ શ્રેણીની પહેલી મેચમાં વિરાટ બ્રિગેડે શાનદાર જીત મેળવી છે. ડબ્લિનના માલાહાઇડના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી મેચમાં ભારતીય ટીમે ૭૬ રનથી જીત મેળવી હતી.

પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે ૨૦૮ રનનો વિશાળ સ્કોર ખડકયો હતો. બીજી બાજુ ૨૦૯ના ટાર્ગેટ સામે યજમાન આયર્લેન્ડની ટીમે કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલની ફિરકીમાં ફસાયું હતું અને ૨૦ ઓવરમાં ૯ વિકેટના નુકશાને ૧૩૨ રન જ બનાવી શકી હતી અને ૭૬ રને પરાજય થયો હતો.

ભારતીય ટીમની આ શાનદાર જીતનો હિરો ચાઈનામેન્ટ ગુગલી બોલર કુલદીપ યાદવ રહ્યો હતો. યાદવે ચાર ઓવરમાં ૨૧ રન આપી ૪ મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી અને આ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા “મેન ઓફ ધ મેચ” એવોર્ડ આપવામાં આવ્યો હતો.

કુલદીપ યાદવનું ટી-૨૦ ક્રિકેટ કેરિયરનું બેસ્ટ પરફોર્મન્સ હતું જયારે દુનિયાના કોઈ પણ ચાઈનામેન્ટ બોલરનું પણ આ સૌથી શ્રેષ્ટ પ્રદર્શન છે.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે ૨૦ ઓવરમાં ૫ વિકેટના નુકશાને ૨૦૮ રણ બનાવ્યા હતા. ભારત તરફથી ઓપનર બેટ્સમેન રોહિત શર્માએ ૬૧ બોલમાં ૯૭ રન ફટકાર્યા હતા જયારે શિખર ધવને પણ ૪૫ બોલમાં ૭૪ રન બનાવ્યા હતા.

૨૦૯ રનના જવાબમાં યજમાન ટીમ ભારતની સ્પિન ફિરકી સામે માત્ર ૧૩૨ રન જ બનાવી શકી હતી અને ભારતે આ સિરીઝમાં પોતાની પ્રથમ જીત હાંસલ કરી હતી. આયર્લેન્ડ તરફથી જેમ્સ શેનોને સૌથી વધુ ૬૦ રન બનાવ્યા હતા, જયારે ભારત તરફથી કુલદીપ યાદવે સૌથી વધુ ૪ અને યુજવેન્દ્ર ચહલે ૩ વિકેટ ઝડપી હતી.