Not Set/ 80 વર્ષના ક્રિકેટ ફેનને કેપ પહેરાવી લાખો લોકોના દિલ જીતી લીધા આ પૂર્વ ક્રિકેટરે

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર જસ્ટિન લેંગરનો એક વીડિયો કલીપ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે.હાલ કોચ તરીકે ફરજ બજાવતા  જસ્ટિન લેંગરે સિડનીના ક્રિકેટ મેદાન પર 80 વર્ષના વિકલાંગ ફેનને કેપ ભેટ આપી હતી.જસ્ટિન લેંગર અને આ વડીલ ચાહક વચ્ચેની હૃદયસ્પર્શી વાતચીતે લાખો ક્રિકેટ ચાહકોના દિલ જીત્યા છે. આ વડીલ પ્રસંશકનું નામ બિલ ડેન છે.બિલ દેન લેંગરને કહે […]

Uncategorized
aaaaaaamaya 5 80 વર્ષના ક્રિકેટ ફેનને કેપ પહેરાવી લાખો લોકોના દિલ જીતી લીધા આ પૂર્વ ક્રિકેટરે

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર જસ્ટિન લેંગરનો એક વીડિયો કલીપ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે.હાલ કોચ તરીકે ફરજ બજાવતા  જસ્ટિન લેંગરે સિડનીના ક્રિકેટ મેદાન પર 80 વર્ષના વિકલાંગ ફેનને કેપ ભેટ આપી હતી.જસ્ટિન લેંગર અને આ વડીલ ચાહક વચ્ચેની હૃદયસ્પર્શી વાતચીતે લાખો ક્રિકેટ ચાહકોના દિલ જીત્યા છે.

આ વડીલ પ્રસંશકનું નામ બિલ ડેન છે.બિલ દેન લેંગરને કહે છે કે તમારા કારણે મારુ જીવન છે.લેંગર ડેનને કહે છે કે તમે 80 વર્ષના લાગતા નથી.

વહીલચેરમાં ઓક્સીજન સાથે બેસેલા ડૅનને જસ્ટીસ લેંગર કેપ પહેરાવે છે.આ દ્રશ્ય ભાવુક છે.ડેન ન્યૂ સાઉથ વેલ્સના જંગલોમાં લાગેલી આગથી પીડિત છે. આ આગમાં અત્યાર સુધીમાં સાત લોકોનાં જીવ ગયા છે. અને 200થી વધુ ઘર નાશ પામ્યા છે. ડેનનું તેમનું  નગર લિથગો આગની લપેટમાં આવી ગયું અને તેમના જમાઈનું ઘર સંપૂર્ણપણે નાશ પામ્યું.

બિલ આગને લીધે પ્રેક્ટિસ સત્ર જોવા નહોતા આવી શકતા કેમકે ધૂમાડાની તેમના પર અસર પડત પરંતુ તેઓ એસસીજી પર આવ્યા અને કોચ જસ્ટિન લેંગરે તેમની સાથે સમય વિતાવ્યો. ડેન કહે છે કે મને નવું જીવન મળ્યું છે.

ત્રણ ટેસ્ટની ટેસ્ટ સિરિઝમાં યજમાન ઓસ્ટ્રેલિયાની ટીમે 2-0થી સરસાઈ મેળવી લીધી છે. કેન વિલિયમસનના નેતૃત્વ હેઠળની ન્યૂઝીલેન્ડની ટીમ પર વ્હાઈટવોશનો ખતરો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.