Not Set/ ICC World Test Championship/ વિન્ડિઝ સામે સીરીઝ જીત્યા બાદ ઈગ્લેન્ડની મોટી છલાંગ

  જો રૂટની કેપ્ટનશીપમાં ઇંગ્લેન્ડની ટીમે વેસ્ટ ઇન્ડીઝ સામે વિઝડન ટ્રોફી 2-1 થી જીતી લીધી છે. યજમાન ઇંગ્લેન્ડે માન્ચેસ્ટર ટેસ્ટમાં ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાયેલી શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટ મેચમાં વિન્ડિઝને 269 રનથી કચડી દીધુ હતુ. જેનાથી ઇંગ્લેન્ડને આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઇન્ટ ટેબલમાં ફાયદો થયો છે. કેન વિલિયમસનની આગેવાનીમાં ન્યુઝીલેન્ડને હરાવીને હવે ઇંગ્લિશ ટીમ […]

Uncategorized
e10c13a5b5446f5ff1d5377bb5d0c533 ICC World Test Championship/ વિન્ડિઝ સામે સીરીઝ જીત્યા બાદ ઈગ્લેન્ડની મોટી છલાંગ
 

જો રૂટની કેપ્ટનશીપમાં ઇંગ્લેન્ડની ટીમે વેસ્ટ ઇન્ડીઝ સામે વિઝડન ટ્રોફી 2-1 થી જીતી લીધી છે. યજમાન ઇંગ્લેન્ડે માન્ચેસ્ટર ટેસ્ટમાં ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાયેલી શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટ મેચમાં વિન્ડિઝને 269 રનથી કચડી દીધુ હતુ. જેનાથી ઇંગ્લેન્ડને આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઇન્ટ ટેબલમાં ફાયદો થયો છે.

કેન વિલિયમસનની આગેવાનીમાં ન્યુઝીલેન્ડને હરાવીને હવે ઇંગ્લિશ ટીમ ત્રીજા નંબર પર પહોંચી ગઈ છે. વેસ્ટ ઇન્ડીઝ સામે 3 મેચની ટેસ્ટ સિરીઝ જીત્યા બાદ હવે ઇંગ્લેન્ડનાં 226 પોઇન્ટ છે જે ન્યૂઝીલેન્ડ કરતા 49 પોઇન્ટ વધારે છે. ઇંગ્લેન્ડને આ ઐતિહાસિક ટેસ્ટ શ્રેણીમાંથી 80 પોઇન્ટ મળ્યા હતા, જે કોરોનાવાયરસમાં યોજાઇ હતી.

489f02540ce0092f8951e79a8241bb38 ICC World Test Championship/ વિન્ડિઝ સામે સીરીઝ જીત્યા બાદ ઈગ્લેન્ડની મોટી છલાંગ

ભારતીય ક્રિકેટ ટીમ 360 પોઇન્ટ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ટેબલમાં ટોચ પર બની રહ્યુ છે. બીજા સ્થાને આવેલા ઓસ્ટ્રેલિયા કરતા ભારત 64 પોઇન્ટ વધારે છે. ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2019-21 માં અત્યાર સુધીમાં સૌથી વધુ શ્રેણી રમી છે, જ્યારે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેંડ અત્યાર સુધી 3-3 સિરીઝ રમી ચુકી છે. 9 ટીમોનાં પોઇન્ટ ટેબલમાં વેસ્ટ ઇન્ડીઝ 7 માં ક્રમે છે. વિન્ડિઝે ઇંગ્લેન્ડ સામે સાઉથેમ્પ્ટનમાં રમાયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ જીતીને પોઇન્ટ ટેબલમાં પોતાનું ખાતું ખોલ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.