Not Set/ નિદાહસ શ્રેણી : મેચના અંતિમ બોલે સિક્સર ફટકારી કાર્તિકે ભારતને અપાવ્યો શાનદાર વિજય

કોલંબો, શ્રીલંકામાં રમાઈ રહેલી નિદાહસ ત્રિકોણીય શ્રેણીની ફાઈનલ મેચમાં ભારતીય ટીમે બાંગ્લાદેશને હરાવી ટ્રોફી પોતાના નામે કર્યો છે. કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાયેલા ફાઈનલ મુકાબલામાં ભારતને અંતિમ બોલે જીતવા માટે ૫ રનની જરૂરત હતી ત્યારે વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે સિક્સર ફટકારી ટીમને શાનદાર વિજય અપાવ્યો હતો. India clinches #NidahasTrophy in last-ball thriller #NidahasTrophyFinal #DineshKarthik #INDvsBAN […]

Top Stories

કોલંબો,

શ્રીલંકામાં રમાઈ રહેલી નિદાહસ ત્રિકોણીય શ્રેણીની ફાઈનલ મેચમાં ભારતીય ટીમે બાંગ્લાદેશને હરાવી ટ્રોફી પોતાના નામે કર્યો છે. કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાયેલા ફાઈનલ મુકાબલામાં ભારતને અંતિમ બોલે જીતવા માટે ૫ રનની જરૂરત હતી ત્યારે વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે સિક્સર ફટકારી ટીમને શાનદાર વિજય અપાવ્યો હતો.

પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમે ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૬૬ રન બનાવ્યા હતા. ૧૬૭ રનના જવાબમાં ભારતે ૬ વિકેટ ગુમાવી આ સ્કોરને વટાવ્યો હતો અને જીત પોતાના નામે કરી હતી. આ સાથે જ ભારતે બાંગ્લાદેશ સામે સતત ૮મો વિજય મેળવ્યો છે. ફાઈનલ મેચમાં માત્ર ૮ બોલમાં ૨૯ રનની તૂફાની ઇનિંગ્સ રમનાર દિનેશ કાર્તિકને “મેન ઓફ ધ મેચ” જાહેર કરવામાં આવ્યો હતો. જયારે પૂરી સીરીઝ દરમિયાન બોલિંગ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વોશિંગ્ટન સુંદરને “મેન ઓફ ધ સીરીઝ”  એવોર્ડ આપવામાં આવ્યો હતો.

આ પહેલા ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી બાંગ્લાદેશ ટીમની શરૂઆત ખરાબ રહી હતી. માત્ર ૩૩ રનનાસ્કોરમાં જ બાંગ્લાદેશે પ્રથમ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. તમિમ ઇકબાલ (૧૫), સૌમ્ય સરકાર (૧) અને લિટન દાસ (૧૧) રન નોધાવી પેવેલિયન ભેગા ગયા હતા. જો કે ત્યારબાદ મિડલ ઓર્ડર બેટ્સમેન શબ્બીર રહેમાને સૌથી વધુ ૭૭ રન બનાવ્યા હતા અને પોતાની ટીમના સ્કોરને ૧૬૬ રન સુધી પહોચાડ્યો હતો.  ભારત તરફથી યજુવેન્દ્ર ચહલે ૩, ઝડપી બોલર જયદેવ ઉનડકટે ૨ અને સ્પિનર વોશિંગ્ટન સુંદરે ૧ વિકેટ ઝડપી હતી.

બાંગ્લાદેશ દ્વારા આપવામાં આવેલા ૧૬૭ રનના સ્કોરનો પીછો કરતા ભારતની શરૂઆત પણ ખરાબ રહી હતી. ઓપનર શિખર ધવન માત્ર ૧૦ અને સુરેશ રૈના ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન ભેગા થયા હતા. કેપ્ટન રોહિત શર્મા અને લોકેશ રાહુલે ઇનિંગ્સ સંભાળી હતી. બંને બેટ્સમેનોએ ત્રીજી વિકેટ માટે ૫૧ રનની ભાગીદારી નોધાવી હતી. રોહિત શર્મા ૫૬ અને રાહુલ ૧૪ રન બનાવી આઉટ થયો હતો.

ત્યારબાદ મનીષ પાંડેએ ૨૮ રને વિજય શંકરે ૧૮ રન ફટકાર્યા બાદ આઉટ થયા હતા. મેચની અંતિમ બે ઓવરમાં ભારતને મેચ જીતવા માટે ૩૫ રનની જરૂરત હતી ત્યારે દિનેશ કાર્તિક મેદાનમાં આવતાની સાથે જ તૂફાની બેટિંગ કરવાનું શરુ કર્યું હતું. કાર્તિકે રૂબેલ હસનની ૧૯ ઓવરમાં ત્રણ સિક્સર અને એક ફોર ફટકારી કુલ ૨૨ રન બનાવ્યા હતા. અંતિમ ઓવરમાં ભારતે જીતવા માટે ૧૨ રનની જરૂરત હતી ત્યારે દિનેશ કાર્તિકે મેચના અંતિમ બોલે સિક્સર ફટકારી ટીમને યાદગાર જીત અપાવી હતી.