Not Set/ કેપ્ટન વિરાટ કોહલી પર કયો બોલર પડી શકે છે ભારે, તે અંગે ગ્લેન મેકગ્રાએ આપ્યું આ નિવેદન

 નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી હાલ તેના શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ૫૦ રન પ્રતિ મેચથી રન બનાવનાર બેટ્સમેન વિરાટ કોહલી છે. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા કોહલી સામે દુનિયાનો કોઈ પણ બોલર ટકી શકે એમ નથી. પરંતુ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બોલર ગ્લેન મેકગ્રાએ વિરાટ કોહલીને ચેતવ્યો છે કે, ઈંગ્લેંડની ટીમનો […]

Sports

 નવી દિલ્હી,

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી હાલ તેના શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ૫૦ રન પ્રતિ મેચથી રન બનાવનાર બેટ્સમેન વિરાટ કોહલી છે. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા કોહલી સામે દુનિયાનો કોઈ પણ બોલર ટકી શકે એમ નથી.

પરંતુ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બોલર ગ્લેન મેકગ્રાએ વિરાટ કોહલીને ચેતવ્યો છે કે, ઈંગ્લેંડની ટીમનો સ્ટાર ઝડપી બોલર જેમ્સ એન્ડરસન આ પ્રવાસ દરમિયાન પણ તેઓ માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે.

વિરાટ કોહલીને જેમ્સ એન્ડરસનનો સામનો કરવો પડશે અઘરો

દિગ્ગજ બોલર મેકગ્રાએ કહ્યું, “કોહલી હવે ખુબ અનુભવી ખેલાડી છે. તે વર્લ્ડ લેવલનો ખેલાડી છે એમાં કોઈ શક નથી, પરંતુ ઈંગ્લેંડની પરીસ્થિતિ ખુબ વિપરીત હોય છે. જયારે તમે જેમ્સ એન્ડરસન જેવા બોલરનો સામનો કરી રહ્યા હોય છે અને જયારે તે સારી બોલિંગ કરી રહ્યો હોય ત્યારે તે સમય ખુબ અઘરો બની જાય છે. તમારે ખુબ મહેનત માટે તૈયાર રહેવું પડશે. કોહલી એક શાનદાર ખેલાડી છે, જેથી હું આ મુકાબલા માટે ઉત્સુક છું”.

ઈંગ્લેંડના પ્રવાસ દરમિયાન એક ખેલાડી પર ભારત નિર્ભર રહેશે તો થશે પસ્તાવો

ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ બોલરે સ્પષ્ટતા કરતા કહ્યું, “માત્ર કોહલી પર જ નિર્ભર રહેવું મૂર્ખામી હશે અને જયારે તે ફેલ રહેશે ત્યારે અન્ય ખેલાડીઓ માટે જવાબદાર ઠેરવવા માટે તક મળશે”.

મેકગ્રાએ વધુમાં જણાવતા કહ્યું, “અમે હંમેશા ઈચ્છતા હોય છે કે, કોહલી પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે, જેથી અન્ય બેટ્સમેનોને પણ પોતાની જવાબદારી નિભાવવા માટે તક મળે. પરતું જયારે ભારત હકીકતમાં માત્ર એક જ ખેલાડી પર જ નિર્ભર રહેશે તો એક ભૂલ હશે”.  

ભુવનેશ્વર કુમાર અને બુમરાહ છોડશે પોતાની છાપ

ભારતના બોલરો અંગે જણાવતા મેકગ્રાએ જણાવ્યું, “ઈંગ્લેંડના પ્રવાસ દરમિયાન ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહ પોતાની છાપ છોડવામાં સફળ રહેશે”.

મહત્વનું છે કે, વર્ષ ૨૦૧૪માં ઈંગ્લેંડ સામે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં વિરાટ કોહલીને ઝડપી બોલર જેમ્સ એન્ડરસને ખૂબ હેરાન કર્યો હતો, ત્યારે આગામી જુલાઈ મહિનામાં ભારતીય ટીમ ઈંગ્લેંડમાં પાંચ ટેસ્ટની શ્રેણીમાં વધુ એકવાર કોહલી અને એન્ડરસન વચ્ચે  ખરાખરીનો જંગ જામશે.