Not Set/ ક્રિકેટ બૂકી સંજીવ ચાવલાના ભારતને પ્રત્યાર્પણના મામલે UK કોર્ટની મંજૂરી

દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન હન્સી ક્રોન્યેની સંડોવણી ધરાવતા વર્ષ 2000નાં મેચ ફિક્સિંગ કૌભાંડમાં મહત્વપૂર્ણ આરોપી અને કથિત બૂકી સંજીવ ચાવલાની ભારતને સોંપણી કરવા (પ્રત્યાર્પણ)ના મામલે બ્રિટન (UK) ની હાઈકોર્ટ દ્વારા સોમવારે મંજૂરી આપી દેવામાં આવી હતી. પચાસ વર્ષીય સંજીવ ચાવલાની ભારતને સોંપણી કરવાના મામલે આગળ વધવાની બ્રિટન (UK)ની હાઈકોર્ટ દ્વારા મંજૂરી આપી દેવામાં […]

Top Stories India World Trending Sports
UK court clears the extradition case of match fixing accused Sanjeev Chawla to India

દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન હન્સી ક્રોન્યેની સંડોવણી ધરાવતા વર્ષ 2000નાં મેચ ફિક્સિંગ કૌભાંડમાં મહત્વપૂર્ણ આરોપી અને કથિત બૂકી સંજીવ ચાવલાની ભારતને સોંપણી કરવા (પ્રત્યાર્પણ)ના મામલે બ્રિટન (UK) ની હાઈકોર્ટ દ્વારા સોમવારે મંજૂરી આપી દેવામાં આવી હતી.

પચાસ વર્ષીય સંજીવ ચાવલાની ભારતને સોંપણી કરવાના મામલે આગળ વધવાની બ્રિટન (UK)ની હાઈકોર્ટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. ભારતને સોંપણીનાં ઔપચારિક આદેશ માટે આ કેસ હવે ગૃહ સચિવ સાજિદ જાવિદ પાસે જશે.

કોર્ટના દસ્તાવેજો મુજબ ભારતના પાટનગર દિલ્હીમાં જન્મેલો બિઝનેસમેન સંજીવ ચાવલા વર્ષ 1996માં બિઝનેસ વીઝા પર યુકે આવ્યો હતો અને ત્યાર બાદ સંજીવ અવારનવાર ભારત અવરજવર કરતો હતો.

વર્ષ 2000માં તેનો ભારતીય પાસપોર્ટ રદ કરવામાં આવ્યો હતો. આ પછી સંજીવ ચાવલાએ વર્ષ 2005માં યુકે (બ્રિટન)નો પાસપોર્ટ મેળવ્યો હતો અને હવે તે બ્રિટિશ નાગરિક છે.

નવેમ્બરમાં યુકે હાઈકોર્ટ દ્વારા સંજીવ ચાવલાની ભારતને સોંપણી કરવાને લગતો નીચલી અદાલતનો જે આદેશ હતો તેને રદ કરવામાં આવ્યો હતો.

એટલું જ નહિ, હાઈકોર્ટે દિલ્હીની તિહાર જેલની સુરક્ષા અંગે ભારત સરકાર દ્વારા આપવામાં આવેલી બાંયધરી બાદ જિલ્લા ન્યાયાધીશને ચાવલાની સોંપવાની પ્રક્રિયા ફરીથી શરૂ કરવાનો પણ આદેશ આપ્યો હતો.