closed/ આ કારણથી સોમવારે હાઇકોર્ટ સહિત તમામ કોર્ટ બંધ રહેશે

ગુજરાત હાઈકોર્ટના સીટીંગ જજ જસ્ટિસ જી.આર. ઉધવાનીનું કોરોનાના કારણે દુખદ નિધન થયું છે. તેમના શોકમાં રાજ્યની તમામ કોર્ટ અને તેને સંલગ્ન કચેરીઓ આવતીકાલે સોમવારે બંધ પાળશે.

Top Stories Gujarat Others
japan 15 આ કારણથી સોમવારે હાઇકોર્ટ સહિત તમામ કોર્ટ બંધ રહેશે

ગુજરાત હાઈકોર્ટના સીટીંગ જજ જસ્ટિસ જી.આર. ઉધવાનીનું કોરોનાના કારણે દુખદ નિધન થયું છે. તેમના શોકમાં રાજ્યની તમામ કોર્ટ અને તેને સંલગ્ન કચેરીઓ આવતીકાલે સોમવારે બંધ પાળશે. ગુજરાત હાઈકોર્ટની રજીસ્ટ્રી વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવાયુ છે કે ગુજરાત હાઈકોર્ટના જજના નિધનના માન માં તમામ કોર્ટ બંધ રહેશે. હાઇકોર્ટ ચીફ જસ્ટિસ વિક્રમનાથ પણ 7મી ડિસેમ્બરથી 11મી ડિસેમ્બર સુધી ઉપલબ્ધ નથી.

આ સિવાય જસ્ટિસ જી.આર. ઉધવાનીના 7 અને 8 ડિસેમ્બરના રોસ્ટરમાં લાગેલા કેસ જસ્ટિસ વી.એમ. પંચોલી સાંભળશે. આમ સોમવારે ગુજરાત માં હાઈકોર્ટે સહિત તમામ કોર્ટ રજા પાળશે. સિટિંગ જજના કોરોનાથી મૃત્યુની આ પ્રથમ ઘટના છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…