Not Set/ ક્રિકેટના ઇતિહાસમાં પહેલીવાર આઉટ થયેલા બેટ્સમેનને પેવેલિયનમાંથી બેટિંગમાં બોલાવ્યો

ક્રિકેટના ઈતિહાસમાં કદાચ પહેલીવાર એક બેટ્સમેનને પેવેલિયનમાંથી પાછો રમવા બોલાવ્યો છે.ઇંગલેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં આઉટ થઈ ગયેલા બેન સ્ટોક્સને પેવેલિયનથી પરત બોલાવીની ફરી બેટિંગ કરાવાઈ હતી. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બદલાયેલા નિયમના કારણે ઇંગલેન્ડના બેટ્સમેન બેન સ્ટોક્સનું નામ ક્રિકેટના ઇતિહાસમાં અનોખી ઘટના માટે નોંધાઈ ગયું છે. વેસ્ટ ઇન્ડિઝ ઇંગલેન્ડ વચ્ચેની મેચમાં 70મી […]

Top Stories Sports
uq 1 ક્રિકેટના ઇતિહાસમાં પહેલીવાર આઉટ થયેલા બેટ્સમેનને પેવેલિયનમાંથી બેટિંગમાં બોલાવ્યો
ક્રિકેટના ઈતિહાસમાં કદાચ પહેલીવાર એક બેટ્સમેનને પેવેલિયનમાંથી પાછો રમવા બોલાવ્યો છે.ઇંગલેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં આઉટ થઈ ગયેલા બેન સ્ટોક્સને પેવેલિયનથી પરત બોલાવીની ફરી બેટિંગ કરાવાઈ હતી.
ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બદલાયેલા નિયમના કારણે ઇંગલેન્ડના બેટ્સમેન બેન સ્ટોક્સનું નામ ક્રિકેટના ઇતિહાસમાં અનોખી ઘટના માટે નોંધાઈ ગયું છે.
વેસ્ટ ઇન્ડિઝ ઇંગલેન્ડ વચ્ચેની મેચમાં 70મી ઑવરના છેલ્લા ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સએ પુલ શૉટ માર્યો હતો  પરંતુ બોલ કિપર જોસેફના ગ્લૉવ્ઝમાં પહોંચી ગયો હતો. સ્ટોક્સને અમ્પાયરે કોટ બિહાઇન્ડ આઉટ આપ્યો અને તે 88 બોલમાં 52 રન બનાવી પેવેલિયન તરફ રવાના થઈ ગયો હતો.
પરંતુ બીજી તરફ આઉટ થયેલો સ્ટોક્સ પેવેલિયન પહોંચી ગયો હતો. સ્ટોક્સ નસીબદાર હતા કે એ બોલ ખરેખર નો બોલ નીકળ્યો અને તેમને ફરી બેટિંગ માટે બોલાવાયો. સ્ટોકસે આ જીવંતદાનનો ફાયદો લેતા દિવસના અંતે 62 રન નોંધાવ્યા અને નોટાઆઉટ રહ્યો હતો. જોકે આ દરમિયાન અમ્પાયર દ્વારા નો બોલ ચેક કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો.થર્ડ અમ્પાયર દ્વારા કેમેરા ચેક કરવામાં આવતા તે નો બોલ હતો.
ક્રિકેટના ઇતિહાસમાં આવું પ્રથમ વખત થયું છે કે બેટ્સમેનને પેવેલિયનથી પરત બોલાવીને બેટિંગ કરાવાઈ. આઉટ થયેલો ખેલાડી જો ડ્રેસિંગ રૂમ સુધી પહોંચી જાય તો તેને પરત બોલાવામાં આવતો નથી. જોકે, બેન સ્ટોક્સ નસીબદાર હતો કે તેને આ તક મળી.
આઈસીસીના જૂના નિયમ મુજબ, આઉટ થયેલો ખેલાડી કોઈ પણ સંજોગમાં પેવેલિયનથી પરત ફરી શકે નહીં પરંતુ વર્ષ 2017માં આ નવો નિયમ અમલમાં આવ્યો છે