Not Set/ ઇંગ્લેન્ડ સામે ૩૭ રન બનાવવાની સાથે ધોનીએ આ ક્લબમાં મેળવ્યું સ્થાન, સચિન – પોન્ટિંગને પણ છોડ્યા પાછળ

લંડન, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી બીજી વન-ડે મેચમાં ભારતીય ટીમને ૮૬ રને હરાવી ઇંગ્લેન્ડે વિજય મેળવ્યો છે. આ સાથે જ  ૩ વન-ડે મેચની શ્રેણી ૧-૧થી સરભર થઇ છે. જો કે આ મેચમાં ભારતના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન એમ એસ ધોનીએ પોતાની ૩૭ રનની ઇનિંગ્સ દરમિયાન ૧૦ હજાર રન પુરા કરવાની એક સિદ્ધિ હાંસલ કરી છે. […]

Trending Sports
14dhoni ઇંગ્લેન્ડ સામે ૩૭ રન બનાવવાની સાથે ધોનીએ આ ક્લબમાં મેળવ્યું સ્થાન, સચિન - પોન્ટિંગને પણ છોડ્યા પાછળ

લંડન,

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી બીજી વન-ડે મેચમાં ભારતીય ટીમને ૮૬ રને હરાવી ઇંગ્લેન્ડે વિજય મેળવ્યો છે. આ સાથે જ  ૩ વન-ડે મેચની શ્રેણી ૧-૧થી સરભર થઇ છે. જો કે આ મેચમાં ભારતના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન એમ એસ ધોનીએ પોતાની ૩૭ રનની ઇનિંગ્સ દરમિયાન ૧૦ હજાર રન પુરા કરવાની એક સિદ્ધિ હાંસલ કરી છે.

આ સાથે જ એમ એસ ધોની ૧૦ હજાર રન પૂર્ણ કરનાર દુનિયાના ૧૨મો અને ભારત તરફથી ચોથો ક્રિકેટર બન્યો છે. ભારત તરફથી આ પહેલા આ ક્લબમાં સચિન તેંડુલકર ૧૮૪૨૬ રન, સૌરવ ગાંગુલી ૧૧૩૬૩ રન, રાહુલ દ્રવિડ ૧૦૮૮૯ રન બનાવી ચુક્યા છે.

બીજી બાજુ ધોનીએ ૫૦ થી વધુના એવરેજથી ૧૦ હજાર રન પુરા કરવાના પ્રથમ બેટ્સમેન છે અને આ મામલે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગને પાછળ છોડ્યા છે.

વન-ડે મેચમાં ધોનીએ ૩૨૦ મેચમાં ૫૧.૩ના રન પ્રતિ મેચના એવરેજથી ૧૦ હજાર પુરા કર્યાં છે, જયારે સચિન તેંડુલકરનું એવરેજ ૪૫ અને પોન્ટિંગનું એવરેજ ૪૨નું રહ્યું હતું.

૧૦ હજાર રનના કલબમાં બીજા વિકેટકીપર

વન-ડે ક્રિકેટમાં ૧૦ હજાર રનના કલબમાં પહોચનાર એમ એસ ધોની દુનિયાનો બીજો વિકેટકીપર બેટ્સમેન છે. ધોનીએ ૩૨૦ મેચમાં ૨૭૩ ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. જયારે આ પહેલા શ્રીલંકાના વિકેટકીપર બેટ્સમેન કુમાર સંગાકારાએ કુલ ૪૦૪ મેચોમાં ૧૪,૨૩૪ રન બનાવ્યા હતા. તેઓએ ૨૯૬ ઇનિંગ્સમાં ૧૦,૦૦૦ પુરા કર્યાં હતા.

ધોનીએ ૨૭૩ ઇનિંગ્સમાં પુરા કર્યાં ૧૦ હજાર રન 

૩૭ વર્ષીય ધોનીએ ૧૦ હજાર રન પુરા કરવા માટે ૨૭૩ ઇનિંગ્સ રમી છે. જયારે રિકી પોન્ટિંગે આ સિદ્ધિ હાંસલ કરવા માટે ૨૬૬, જેક્સ કાલિસે ૨૭૨, સચિન તેંડુલકરે ૨૫૯ અને સૌરવ ગાંગુલીએ ૨૬૩ ઇનિંગ્સ રમી છે.

બીજી બાજુ એમ એસ ધોનીની આ સિદ્ધિ એટલા માટે મહત્વની છે કારણ કે  તે વન-ડે ક્રિકેટમાં ૬ અથવા તો ૭માં નંબરે બેટિંગ કરવા માટે આવે છે, જયારે આ પહેલા ૧૦ હજાર રન સુધી પહોચનારા બેટ્સમેન ઓપનર અથવા તો ૩ અને ૪થા નંબરે બેટિંગ કરવા માટે આવતા હોય છે.

વન-ડે ક્રિકેટમાં પુરા કર્યાં ૩૦૦ કેચ

મહત્વનું છે કે, ઇંગ્લેન્ડ સામે રમાયેલી બીજી વન-ડે મેચમાં ધોનીએ વન ડે ઇન્ટરનેશનલમાં વિકેટ પાછળ 300 કેચ પુરા કરી લીધા છે. વિશ્વ ક્રિકેટમાં વન ડે માં હાલ સુધી ફક્ત એડમ ગિલક્રિસ્ટ (417), માર્ક બાઉચર(402) અને કુમાર સંગાકારા(383) જ 300થી વધારે કેચ લઇ શક્યા છે.