Not Set/ ટી-20 મહિલા વિશ્વકપ : ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મુકાબલો, ટાઇટલ જીતવા પર રહેશે નજર

હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં રમી રહેલ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે ઈંગ્લેન્ડ સામે સેમીફાઈનલ મેચ રમવા ઉતરશે, જ્યાં તેની નજર જીત મેળવીને ટાઈટલ મુકાબલામાં જગ્યા બનાવવા પર રહેશે. અત્યાર સુધી તમામ મેચમાં એક તરફી પ્રદર્શન કરનાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સામે એ ઈંગ્લેન્ડનો પડકાર હશે. જેણે એક વર્ષ પહેલા ભારતને વન-ડે વિશ્વકપ ટાઈટલ જીતવાથી રોક્યુ હતું. સેમીફાઈનલ […]

Top Stories Sports
38. SL Womens Team For T20 WC 19 10 18 ટી-20 મહિલા વિશ્વકપ : ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મુકાબલો, ટાઇટલ જીતવા પર રહેશે નજર

હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં રમી રહેલ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે ઈંગ્લેન્ડ સામે સેમીફાઈનલ મેચ રમવા ઉતરશે, જ્યાં તેની નજર જીત મેળવીને ટાઈટલ મુકાબલામાં જગ્યા બનાવવા પર રહેશે. અત્યાર સુધી તમામ મેચમાં એક તરફી પ્રદર્શન કરનાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સામે એ ઈંગ્લેન્ડનો પડકાર હશે.

જેણે એક વર્ષ પહેલા ભારતને વન-ડે વિશ્વકપ ટાઈટલ જીતવાથી રોક્યુ હતું. સેમીફાઈનલ મેચ નોર્થ સાઉંડના સર વિવિયન રીચર્ડ્‌સ સ્ટેડિયમમાં રમાશે. ભારત જો જીતશે તો તે પ્રથમ વખત વિશ્વકપની ફાઈનલમાં જગ્યા બનાવી લેશે. આ વિશ્વકપમાં જોકે ઈંગ્લેન્ડનુ પ્રદર્શન વધુ સારુ નથી રહ્યુ.

ભારતે પોતાની ગ્રુપ-બીના તમામ ચારેય મેચ જીતીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો તો તેમજ ઈંગ્લેન્ડને 4માંથી 2માં જીત મળી અને એકમાં હાર, જ્યારે એક મેચ રમાઈ શકી નહતી. હવે હરમનપ્રીત કૌરની કેપ્ટનશિપવાળી ભારતીય ટીમની નજર આવતીકાલની મેચ જીતી ટાઈટલ મુકાબલામાં પ્રવેશ કરવા પર રહેશે.

ભારતે એકપણ વખત ટી-20 વિશ્વકપની ફાઈનલ રમી નથી અને ટીમ આ વખતે આ ઈતિહાસ રચવા માટે કટિબદ્ધ દેખાઈ રહી છે. બેટિંગની વાત કરવામાં આવે તો ટોપ ઓર્ડર ઉપરાંત ચારેય મેચમાં મધ્યમક્રમ અને નીચલો ક્રમ નિષ્ફળ રહ્યો છે. મિતાલી રાજ, હરમનપ્રીત અને સ્મૃતિ મંધાના ઉપરાંત ભારતની એકપણ ખેલાડી સારુ પ્રદર્શન કરી શકી નથી.

જેમિમા રોડ્રિગ્જે પ્રથમ મેચમાં સારી રમત દાખવી હતી, પરંતુ ત્યારબાદ તે લય ભટકી ગઈ. ત્યારે આવતીકાલની મેચમાં પણ ભારતને બોલિંગમાં સ્પિનરો તરફથી આશા રહેશે.