OMG!/ આ મંદિરમાં પતિ-પત્ની એકસાથે દર્શન નથી કરી શકતાં, પણ કેમ..?

તેમ છતાં જો કોઈ દંપતી સાથે દર્શન કરવા માટે જાય છે તો તેને તેની સજા ભોગવવી પડે છે.

Dharma & Bhakti
KEVADIYA SAFARI પાર્ક 12 આ મંદિરમાં પતિ-પત્ની એકસાથે દર્શન નથી કરી શકતાં, પણ કેમ..?

ભારતમાં ઘણા મંદિરો છે જે તેમની વિશિષ્ટ પરંપરાઓ માટે પ્રખ્યાત છે. આજે અમે તમને ભારતના એવા મંદિરો વિશે જણાવીશુ જ્યાં પતિપત્નીને એકસાથે પ્રવેશવાની મંજૂરી નથી. આજે આપણે હિમાચલ પ્રદેશના એવા મંદિર વિશે વાત કરીશું જ્યાં પતિ-પત્ની એક સાથે માતાને સાથે જોઈ શકતા નથી.

શ્રી કોટી માતા મંદિર રામપુર હિમાચલ પ્રદેશ

જ્યારે ભારતમાં, દંપતી માટે એક સાથે પૂજા કરવા માટે મંદિરમાં જવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, ત્યારે શિમલાના રામપુર સ્થિત માતા દુર્ગાના મંદિરમાં, પતિ-પત્ની સાથે મળીને દુર્ગાની મૂર્તિની પૂજા-અર્ચના કરી શકતા નથી.

shrai koti temple himachal | श्राई कोटि रामपुर बुशहर | Himalayan Diary

તેમ છતાં જો કોઈ દંપતી સાથે દર્શન કરવા માટે જાય છે તો તેને તેની સજા ભોગવવી પડે છે. આ મંદિર આખા હિમાચલમાં શ્રી કોટી માતાના નામથી પ્રખ્યાત છે. દંપતી આ મંદિરમાં જાય છે, પરંતુ એક સમયે ફક્ત એક જ વ્યક્તિ દર્શન કરવા અંદર પ્રવેશ મેળવે છે. અહીં આવનાર દંપતી જુદા જુદા સમયે માતાના દર્શન કરે છે.

श्राई कोटि माता मंदिर- यहां पति-पत्नी एक साथ नहीं कर सकते मां दुर्गा के दर्शन, शिव पुत्रों से जुडी है कहानी - Ajab Gajab

આ પરંપરાનું કારણ છે

અહીંની જનુશ્રુતિ મુજબ ભગવાન શિવએ તેમના બે પુત્રો ગણેશ અને કાર્તિકેયને બ્રહ્માંડની આસપાસ ફરવાનું કહ્યું હતું. કાર્તિકેય પોતાના વાહનમાં ફરવા ગયા હતા, પરંતુ ગણેશજીએ માતાપિતાને કહ્યું હતું કે  માતાપિતાના ચરણોમાં બ્રહ્માંડ છે. આ પછી, કાર્તિકેયજી બ્રહ્માંડની આસપાસ ચક્કર મારી ને આવ્યા અને ત્યાં સુધીમાં ગણેશજીના લગ્ન પણ થઇ  ગયા હતા. આ જોઈ કાર્તિકેયજી ને બહુ ગુસ્સો આવ્યો હતો. અને તેણે કદી લગ્ન નહીં કરવાનો સંકલ્પ કર્યો હતો. આજે પણ શ્રીકોટીમાં ગણેશજી પત્ની સાથે દરવાજે સ્થાપિત છે. કાર્તિકેયના લગ્ન ન કરવાના સંકલ્પથી માતા પાર્વતી ખૂબ ગુસ્સે થઈ હતી. અને તેમણે કહ્યું હતું કે જે પણ સંપતી સજોડે દર્શન કરવા આવેશે તે પતિ-પત્ની એકબીજાથી અલગ થઈ જશે. આ કારણોસર, આજે પણ પતિ-પત્ની એક સાથે આ મંદિરમાં પૂજા કરતા નથી.

Construction work of Mata Shreikoti temple in Rampur has been halted for two years

આ મંદિર સદીઓથી લોકોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે અને આ મંદિર માતા ભીમાકાલી ટ્રસ્ટ દ્વારા જાળવવામાં આવે છે. આ મંદિરનો માર્ગ ગાઢ જંગલની વચ્ચે થી પસાર થય્ક હે. અને ગાઢ દેવદારના વૃક્ષો તેને વધુ રમણીય બનાવે છે. સિમલા પહોંચ્યા પછી વાહન અને બસ દ્વારા નારકાંડા થઈને અને પછી મશ્નુ ગામના રસ્તેથી પહોંચી શકાય છે. આ મંદિર સમુદ્રની સપાટીથી 11000 ફૂટની ઉંચાઈ પર સ્થિત છે.

Kevadiya / સફારી પાર્કના પ્રાણી અને પક્ષીઓના દિલોજાન બનતા આદિવાસી યુવાન…

વ્યક્તિ વિશેષ / આ છે ભારતનાં પ્રખ્યાત 10 બ્લોગર્સ, દર મહિને કમાય છે આવી અધધધ…

Dharma / રોજ મંદિર કેમ જવું જોઈએ, આવો જાણીએ તેના વૈજ્ઞાનિક લાભ….

અષ્ટભુજા ધામ ..!! આ મંદિરમાં માથા વગરની મૂર્તિની પૂજા કરવામાં આવે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…