Not Set/ શ્રીલંકાનો સ્ટાઇલિસ્ટ બોલર લસિથ મલિંગા આજે લેશે વન ડે ક્રિકેટથી સન્યાસ, આ રેકોર્ડ સાથે થશે વિદાઇ

પોતાના અનોખા બોલિંગ એક્શન અને હેયર સ્ટાઇલની સાથે ચોક્કસ યોર્કર ફેંકનાર ખેલાડીનાં રૂપમાં ઓળખ બનાવનાર શ્રીલંકાનાં ઝડપી બોલર લસિથ મલિંગા શુક્રવારે બાંગ્લાદેશની વિરુદ્ધ વન ડે કેરિયરની અંતિમ મેચ રમશે. તાજેતરમા જ ઈગ્લેન્ડમાં રમાઇ ગયેલ વિશ્વકપ દરમિયાન ભારત વિરુદ્ધ અંતિમ લીગ મેચ પહેલા એવી અટકળો સામે આવી રહી હતી કે આ મલિંગાનાં વન ડે કેરિયરની અંતિમ […]

Uncategorized
malinga શ્રીલંકાનો સ્ટાઇલિસ્ટ બોલર લસિથ મલિંગા આજે લેશે વન ડે ક્રિકેટથી સન્યાસ, આ રેકોર્ડ સાથે થશે વિદાઇ

પોતાના અનોખા બોલિંગ એક્શન અને હેયર સ્ટાઇલની સાથે ચોક્કસ યોર્કર ફેંકનાર ખેલાડીનાં રૂપમાં ઓળખ બનાવનાર શ્રીલંકાનાં ઝડપી બોલર લસિથ મલિંગા શુક્રવારે બાંગ્લાદેશની વિરુદ્ધ વન ડે કેરિયરની અંતિમ મેચ રમશે. તાજેતરમા જ ઈગ્લેન્ડમાં રમાઇ ગયેલ વિશ્વકપ દરમિયાન ભારત વિરુદ્ધ અંતિમ લીગ મેચ પહેલા એવી અટકળો સામે આવી રહી હતી કે આ મલિંગાનાં વન ડે કેરિયરની અંતિમ મેચ સાબિત થઇ શકે છે, પરંતુ મલિંગાએ સન્યાસની ઘોષણા કરી નહી. એવામાં તે હવે બાંગ્લાદેશની વિરુદ્ધ ત્રણ મેચોની વન ડે સીરીઝનાં પહેલા મેચમાં ઘરેલૂ દર્શકોની સામે વન ડે ક્રિકેટને અલવિદા કહેશે.

મલિંગાનાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેરિયર પર નજર

મલિંગાનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેરિયર ઘણુ સફળ રહ્યુ છે. મલિંગાએ વર્ષ 2004માં આંતરરાષ્ટ્રીય કેરિયરની શરૂઆત ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ ટેસ્ટ ડેબ્યૂ કરતા કરી હતી. ત્યાર બાદ આ જ વર્ષે તેણે યુએઈનાં વિરુદ્ધ પોતાના વન ડે કેરિયરનો આગાઝ કર્યો હતો. 15 વર્ષનાં લાંબા પોતાના ક્રિકેટ કેરિયરમાં મલિંગાએ 30 ટેસ્ટમાં 101 વિકેટ પોતાના નામે કરી છે. જો વાત કરીએ વનડે ની તેણે કુલ 225 વન ડે રમી છે જેમા તેણે 335 વિકેટ લીધી છે. જ્યારે 73 ટી-20માં મલિંગાનાં નામે 97 વિકેટ છે.

મલિંગાએ વર્ષ 2011માં જ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યુ હતુ. ત્યાર પછીથી તે ટી-20 અને વન ડે ક્રિકેટ રમી રહ્યો છે. આપને જણાવી દઇએ કે, તેની કેપ્ટનશીપ હેઠળ જ શ્રીલંકાએ વર્ષ 2014માં ટી-20 વિશ્વકપમાં જીત મેળવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.