ચેતવણી/ શ્રીલંકાના નવા PMએ કહ્યું, દેશની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઇ શકે છે

શ્રીલંકાના નવા વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘે શુક્રવારે ચેતવણી આપી હતી કે દેશની વર્તમાન આર્થિક સ્થિતિ સુધરે તે પહેલા વધુ ખરાબ થવા જઈ રહી છે

Top Stories World
12 1 5 શ્રીલંકાના નવા PMએ કહ્યું, દેશની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઇ શકે છે

શ્રીલંકાના નવા વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘે શુક્રવારે ચેતવણી આપી હતી કે દેશની વર્તમાન આર્થિક સ્થિતિ સુધરે તે પહેલા વધુ ખરાબ થવા જઈ રહી છે. શ્રીલંકા અત્યાર સુધીના સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે અને ત્યાં ઈંધણની તીવ્ર અછત છે. જેમાં ખાદ્ય પદાર્થોના ભાવ આસમાને છે. શ્રીલંકાના કેટલાક નાગરિકોને પણ ખોરાક મળતો નથી.

કટોકટીનો સામનો કરવામાં સરકારની નિષ્ફળતાથી નારાજ લોકો હિંસક બન્યા છે અને સોમવારે મહિન્દ્રા રાજપક્ષેને વડા પ્રધાન તરીકે રાજીનામું આપવાની ફરજ પડી હતી. દેશના 26માં વડા પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળનાર વિક્રમસિંઘેએ મીડિયા સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેઓ ખાતરી કરશે કે દેશના પરિવારોને દિવસમાં ત્રણ વખત ભોજન મળે.

વિશ્વભરમાંથી વધુ આર્થિક મદદની અપીલ કરતાં નવા વડાપ્રધાને કહ્યું કે ભૂખમરાની કોઈ સમસ્યા નહીં રહે, ભોજન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. વડા પ્રધાને ચેતવણી આપી હતી કે દેશની સૌથી ખરાબ આર્થિક કટોકટી સુધરતા પહેલા વધુ ખરાબ થવાની છે. શ્રીલંકાની અર્થવ્યવસ્થાને ખંડિત ગણાવતા તેમણે કહ્યું કે શ્રીલંકાના લોકોને તેમનો સંદેશ છે કે ધીરજ રાખો, હું  બધુ રાબેતા મુજબ કરીશ.