Cricket/ શ્રીલંકાનાં થિસારા પરેરાએ રચ્યો ઈતિહાસ, 6 બોલમાં 6 સિક્સર ફટકારનારો પ્રથમ બેટ્સમેન

ક્રિકેટની રમતમાં હવે બેટ્સમેનો એક પછી રેકોર્ડ તોડી રહ્યા છે. હવે નવો રેકોર્ડ શ્રીલંકાનાં એક બેટ્સમેને બનાવ્યો છે.

Sports
asd 22 શ્રીલંકાનાં થિસારા પરેરાએ રચ્યો ઈતિહાસ, 6 બોલમાં 6 સિક્સર ફટકારનારો પ્રથમ બેટ્સમેન

ક્રિકેટની રમતમાં હવે બેટ્સમેનો એક પછી રેકોર્ડ તોડી રહ્યા છે. હવે નવો રેકોર્ડ શ્રીલંકાનાં એક બેટ્સમેને બનાવ્યો છે. જણવી દઇએ કે, ઓલરાઉન્ડર થિસારા પરેરા ક્રિકેટનાં કોઈપણ ફોર્મેટમાં એક ઓવરમાં છ સિક્સર લગાવનારો શ્રીલંકાનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે.

Cricket / ભારત પ્રવાસ પહેલા જોફ્રા આર્ચરની આંગળીઓમાં હતો કાચ, છતા રમ્યો ટેસ્ટ અને ટી-20 સિરીઝ

ક્રિકઇન્ફોનાં અહેવાલ મુજબ, પરેરાએ રવિવારે પાનાગોડાનાં સૈન્ય મેદાનમાં બહાર પાડવામાં આવેલી મેજર ક્લબ્સ લિમિટેડ ઓવર લિસ્ટ એ ટૂર્નામેન્ટમાં આ સિદ્ધિ મેળવી હતી. તેણે 13 બોલમાં 52 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી અને લિસ્ટ એ ક્રિકેટમાં સૌથી ઝડપી અડધીસદી બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. ક્રિકેટ શ્રીલંકા (એસએલસી) એ પણ પરેરાનો એક ઓવરમાં 6 સિક્સરનો વીડિયો તેના ટ્વિટર પર પોસ્ટ કર્યો છે.

ક્રિકેટને લાગ્યું ગ્રહણ / સચિન, પઠાણ ભાઇઓ બાદ મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌર કોરોના પોઝિટિવ

શ્રીલંકાની આર્મીનાં નેતૃત્વ કરી રહેલા પરેરા ટૂર્નામેન્ટમાં બ્લૂમફિલ્ડ ક્રિકેટ અને એથલેટિક ક્લબ સામે પાંચમાં ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો. તેણે તેની ઇનિંગ્સમાં કુલ આઠ સિક્સર ફટકારી હતી, જે શ્રીલંકાનાં બેટ્સમેનની યાદી એ માં બીજી ઝડપી અડધીસદી પણ છે. તેના પહેલા શ્રીલંકાનાં પૂર્વ ઓલરાઉન્ડર કૌશલ્યા વીરરત્નેએ 2005 માં 12 બોલમાં અડધીસદી ફટકારી હતી. પરેરા આમ વ્યાવસાયિક ક્રિકેટમાં આ સિદ્ધિ હાંસલ કરનારો નવમો ક્રિકેટર બની ગયો છે. તેના સિવાય ગારફિલ્ડ સોબર્સ, રવિ શાસ્ત્રી, હર્શેલ ગિબ્સ, યુવરાજ સિંહ, રોસ વ્હાઇટલી, હઝરતુલ્લાહ જજઇ, લીયો કાર્ટર અને કિરેન પોલાર્ડે ક્રિકેટનાં કોઈપણ ફોર્મેટમાં એક ઓવરમાં છ સિક્સર ફટકારી છે. પરેરાએ શ્રીલંકા માટે છ ટેસ્ટ, 166 વનડે અને 64 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ