Bollywood/ SS રાજામૌલી અને આલિયા ભટ્ટ વચ્ચે શું થયો અણબનાવ? એક્ટ્રેસે RRRની પોસ્ટ કરી ડિલીટ

આલિયા ભટ્ટે ‘RRR’માં સીતાની ભૂમિકા ભજવી હતી, જો કે એવું માનવામાં આવે છે કે એસએસ રાજામૌલી અભિનેત્રીના સ્ટારડમ અનુસાર તેને ભૂમિકા આપવામાં નિષ્ફળ રહ્યા છે.

Entertainment
RRR

બાહુબલી અને બાહુબલી 2 ના દિગ્દર્શક એસએસ રાજામૌલીની નવી ફિલ્મ RRR રીલિઝ થઈ છે અને 25 માર્ચે થિયેટરોમાં આવી છે. આ ફિલ્મમાં રામ ચરણ, જુનિયર એનટીઆર, અજય દેવગન અને આલિયા ભટ્ટ છે. તેની વાર્તા રાજામૌલીના પિતા કે વિજયેન્દ્ર પ્રસાદે લખી છે. બોલિવૂડની જાણીતી અભિનેત્રી આલિયા ભટ્ટે દક્ષિણ ભારતીય સિનેમામાં ફિલ્મ ‘RRR’થી ડેબ્યૂ કર્યું હતું પરંતુ અહેવાલ છે કે તે ડિરેક્ટર એસએસ રાજામૌલીથી ખુશ નથી. બંને વચ્ચે અણબનાવ હોવાના અહેવાલો છે.

આલિયા ભટ્ટે ‘RRR’માં સીતાની ભૂમિકા ભજવી હતી, જો કે એવું માનવામાં આવે છે કે એસએસ રાજામૌલી અભિનેત્રીના સ્ટારડમ અનુસાર તેને ભૂમિકા આપવામાં નિષ્ફળ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આલિયા ભટ્ટ ‘RRR’માં ઉપલબ્ધ ઓછી જગ્યાથી ખુશ નથી. આ ફિલ્મમાં આલિયાને ઓછી સ્ક્રીન સ્પેસ મળી છે. આ કારણે તેણે સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

એસએસ રાજામૌલી ઈન્સ્ટાગ્રામ પર આલિયા ભટ્ટની ફોલોઈંગ લિસ્ટમાં જોવા મળ્યા નથી. તે જ સમયે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આલિયાએ તેના ઇન્સ્ટાગ્રામ પરથી RRR સંબંધિત પોસ્ટ્સ પણ ડિલીટ કરી દીધી છે. જો કે આ વાત કેટલી સાચી છે કે આલિયા ભટ્ટ ખરેખર રાજામૌલીથી નારાજ છે.

બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ

રાજામૌલીના નિર્દેશનમાં બનેલી ‘RRR’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મે કમાણીના મામલામાં ઘણા રેકોર્ડ તોડ્યા છે. બોક્સ ઓફિસ ઈન્ડિયાની વેબસાઈટ અનુસાર, ‘RRR’એ સોમવારે 17 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તે જ સમયે, ફિલ્મે તેની રિલીઝના ત્રીજા દિવસે વૈશ્વિક સ્તરે 500 કરોડ રૂપિયા સુધીની કમાણી કરી લીધી છે.

આ પણ વાંચો :ઉર્ફી જાવેદે વટાવી બોલ્ડનેસની હદ, આ વખતે તો કપડાંની બદલે પહેર્યું એવું કે…

આ પણ વાંચો :500 કરોડને પાર થયું ફિલ્મ RRRનું કલેક્શન, જુનિયર NTR અને રામ ચરણના થઈ રહ્યા છે વખાણ 

આ પણ વાંચો : ઓસ્કાર સ્લેપ અંગે વિલ સ્મિથે ક્રિસ રોકની માફી માંગી, કહ્યું- ‘મેં લાઇન ક્રોસ કરી’

આ પણ વાંચો :યશની ફિલ્મ KGF 2 એ રિલીઝ પહેલા જ બનાવ્યો મોટો રેકોર્ડ, ફિલ્મના ટ્રેલરે કર્યું આ કારનામું