સૌરાષ્ટ્રના અમરેલી સહિતના જિલ્લામાં આકાશમાં ચળકતા પદાર્થની હારમાળા જોવા મળી હતી.જેને લઈને લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું. પોરબંદર, જૂનાગઢ જિલ્લાના આકાશમાં પણ આવી હારમાળા જોવા મળી હતી.જાણે એક સાથે લાઈટની સીરીઝ આકાશમાં ચમકી રહી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા.અચાનક આકાશમાં હારમાળા આવી જતાં લોકોમાં આશ્ચર્ય સાથે ગભરાટ પણ જોવા મળ્યો…ચળકતો પદાર્થ શું હશે તેને લઈને લોકોમાં સવાલો ઊઠી રહ્યા છે.
સાડા આઠ વાગ્યા આસપાસ જૂનાગઢ સહિતના વિસ્તારોમાં આકાશમાં એક કતારમાં અનેક લાઇટો દેખાઈ હતી. આ લાઇટો દેખાતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે આ કોઇ સ્ટારલીંક સેટેલાઇટ હોઈ શકે છે. ટ્રેનના ચાર કોચ જેટલી લંબાઇ હોવાની લોકચર્ચા છે. દક્ષિણ પૂર્વીય તરફ જઈ રહેલ ટ્રેન જેવું શંકાસ્પદ યાન હતું. શાંતિપરા અને આજુબાજુના ગામડાઓમાં અચરજ પમાડતી વસ્તુ દેખાઈ. કોઇપણ પ્રકારનો અવાજ આવતો ન હોવાનો નજરે જાનારાઓએ દાવો કર્યો છે.
જો કે, આ મુદ્દે વૈજ્ઞાનિકો માની રહ્યા છે કે, આકાશમાં તરતી ટ્રેન જેવા આ દ્રશ્યો કોઈ અવકાશી ઘટના નથી પરંતુ સ્પેસ એક્સ કંપનીનો એક પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ટ્રેનના ડબ્બાની જેમ એક સાથે 40-50 સેટેલાઈટ છોડવામાં આવે છે. જે ઈન્ટરનેટની સ્પીડ વધારવા માટે કામ કરે છે. થોડા સમય પહેલાં આવી જ એક ઘટના અમેરિકાના આકાશમાં પણ જોવા મળી હતી.
એપ્રિલ મહિનાન શરૂઆતમાં કચ્છમાં પણ એક પ્રકાશિત અવકાશી પદાર્થ(Celestial Object) દેખાતાં લોકોમાં કુતૂહલ કુતૂહલ ફેલાયું હતું અને સોશિયલ મીડિયામાં પણ આકાશમાં(Sky) દેખાયેલા એ અવકાશી પદાર્થના સંદેશાઓની આપલે શરૂ કરી દીધી હતી. કચ્છ જ નહીં પણ ગુજરાતના અનેય ભાગે અને મહારાષ્ટ્રના વિવિધ સ્થળો પરથી આ પ્રકાશપુંજ દેખાયો હોવાની માહિતી સામે આવી છે. આ પદાર્થ લાંબો સમય સુધી દેખાયો હોવાથી લોકો એ તેની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી સારી રીતે કરી શક્યા છે અને તને સોશિયલ મીડિયા ઉપર વાયરલ પણ કર્યા છે.
આ પણ વાંચો:આયુર્વેદિક બિયરના નામે બેફામ નશો, ખુલ્લેઆમ મળતી આ દવા નસેડીઓ માટે જાણે આશિર્વાદ!
આ પણ વાંચો:સુરતમાં નકલી પત્રકારે હદ વટાવી, સામાન્ય માણસોને ધાકધમકી આપી કરતો હતો આવું…
