Not Set/ આજથી ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞનો પ્રારંભ, દેશ વિદેશથી મોટી સંખ્યામાં આવશે ભાવિ ભક્તો

ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞનો પ્રારંભ થઇ ગયો છે. આ લક્ષચંડી મહાયજ્ઞ 18 તારીખ થી 22 ડિસેમ્બર સુધી ચાલશે. આપને જણાવી દઇએ કે, આ ઇતિહાસમાં પ્રથમવાર બન્યુ હશે કે લક્ષચંડી મહાયજ્ઞ ઊંઝાનાં આંગણે યોજાઇ રહ્યો છે. આ મહાયજ્ઞની શરૂઆત આજ રોજ એટલે કે બુધવારથી શરૂ થશે જે રવિવાર 18 તારીખ સુધી  ચાલશે. ઊંઝાનાં આંગણે લક્ષચંડી મહાયજ્ઞનો પ્રારંભ […]

Top Stories Gujarat Others
Unjha આજથી ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞનો પ્રારંભ, દેશ વિદેશથી મોટી સંખ્યામાં આવશે ભાવિ ભક્તો

ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞનો પ્રારંભ થઇ ગયો છે. આ લક્ષચંડી મહાયજ્ઞ 18 તારીખ થી 22 ડિસેમ્બર સુધી ચાલશે. આપને જણાવી દઇએ કે, આ ઇતિહાસમાં પ્રથમવાર બન્યુ હશે કે લક્ષચંડી મહાયજ્ઞ ઊંઝાનાં આંગણે યોજાઇ રહ્યો છે. આ મહાયજ્ઞની શરૂઆત આજ રોજ એટલે કે બુધવારથી શરૂ થશે જે રવિવાર 18 તારીખ સુધી  ચાલશે.

ઊંઝાનાં આંગણે લક્ષચંડી મહાયજ્ઞનો પ્રારંભ થવા જઇ રહ્યો છે જેના દર્શનાર્થે માત્ર ગુજરાત જ નહી પણ દેશ વિદેશમાં વસતા પાટીદારો સહિત અઢાર વર્ણનાં લોકો થનગની રહ્યા છે. આજે સાંજે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આ મહાયજ્ઞનું ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા પણ ખાસ પોતાની હાજરી આપશે. આ સાથે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી હાજરી આપશે.

ઊંઝામાં મા ઉમિયાનાં જય ઘોશથી લક્ષચંડી મહાયજ્ઞનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. દેશ વિદેશથી 1 કરોડથી પણ વધુ પાટીદાર સમાજનાં ભાવિ ભક્તો મહાયજ્ઞમાં હાજરી આપશે. આજથી ઉમાનગરી ઊંઝામાં પાટીદારો ઉમટી ગયા હોય તેવી સ્થિતિ સાથે આજે વાતવરણ ભક્તિમય બની ગયુ છે. લક્ષચંડી મહાયજ્ઞનાં એક દિવસ પહેલા જ 3 રેકોર્ડ એશિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાઈ ગયા છે. જણાવી દઇએ કે અહી એક સાથે 20 હજાર ફુગ્ગામાં બીજ મુકીને ઉડાવવાનો રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં મા ઉમિયાનાં નામનો જય ઘોશ લગાવવાનો રેકોર્ડ અને લાખોનો સંખ્યામાં લાડુ બનાવવાનો રેકોર્ડ પણ બનાવવામાં આવ્યો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.