નવરાત્રી/ આજથી નવરાત્રી શરુ, માં દુર્ગાના આશીર્વાદ મેળવવા કરો આ કામ ….

ઉપવાસ કરનાર વ્યક્તિએ પલંગને બદલે જમીન પર સૂવું જોઈએ. નવરાત્રિના ઉપવાસ દરમિયાન કોઈએ વધારે ખોરાક ન લેવો જોઈએ.

Religious Dharma & Bhakti
Untitled 147 આજથી નવરાત્રી શરુ, માં દુર્ગાના આશીર્વાદ મેળવવા કરો આ કામ ....

કાલે ભાદરવા માસની પુર્ણાહુતી સાથે આજથી નવરાત્રીના પાવન તહેવારની શરૂઆત થઈ છે. નવરાત્રીનો તહેવાર સ્વચ્છતા અને શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે. નવરાત્રીના ઉપવાસમાં નિયમો અને સંયમનું વિશેષ મહત્વ છે. નવરાત્રી ઉપવાસમાં નિયમોનું પાલન કરવું જરૂરી છે. શાસ્ત્રોમાં નવરાત્રિના ઉપવાસ વિશે કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે, જેને અપનાવીને દેવી દુર્ગાને પ્રસન્ન કરવામાં આવે છે.

ઉપવાસ દરમિયાન શું ધ્યાન રાખવું ?

ઉપવાસ કરનાર વ્યક્તિએ પલંગને બદલે જમીન પર સૂવું જોઈએ. નવરાત્રિના ઉપવાસ દરમિયાન કોઈએ વધારે ખોરાક ન લેવો જોઈએ. જે દિવસે વ્રત રાખ્યું હોય ત્યારે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. આ સાથે વ્યક્તિએ વાસના, ક્રોધ, લોભ અને આસક્તિથી દૂર રહેવું જોઈએ.

ઉપવાસ કરનાર વ્યક્તિએ જૂઠું બોલવાનું ટાળવું જોઈએ અને સત્યનું પાલન કરવું જોઈએ. વ્રત રાખનાર વ્યક્તિએ મા દુર્ગાની પૂજા કર્યા બાદ પોતાના ઈષ્ટદેવનું ધ્યાન કરવું જોઈએ. ઉપવાસ દરમિયાન વારંવાર પાણી પીવાનું ટાળવું જોઈએ અને ગુટખા, તમાકુ વગેરેનું સેવન ન કરવું જોઈએ.

નવરાત્રીમાં વ્રત રાખવાના ફાયદા

શાસ્ત્રોમાં નવરાત્રી વ્રતનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે જે નવરાત્રીનું વ્રત કરે છે તે મા દુર્ગાની કૃપાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. માતા રાણી પોતાના ભક્ત પર વિશેષ કૃપા રાખે છે. જીવનમાં આવતા કોઈ પણ સંકટ સામે તમને લડવાની શક્તિ આપે છે.