Not Set/ સોમવારથી ધોરણ 3 થી 12ના ઓનલાઇન શિક્ષણના શ્રી ગણેશ,શાળાએ ન બોલાવવા શિક્ષણ વિભાગનો પરિપત્ર

દર વર્ષે જૂન મહિનામાં શાળાઓ તેમજ કોલેજોમાં વિધિવત શિક્ષણનો પ્રારંભ થઇ જતો હોય છે.ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારે યુનિવર્સિટીઓ માટે મેડિકલ અને ફાર્મસી સિવાયના અભ્યાસક્રમો માટે

Top Stories Gujarat
online teaching સોમવારથી ધોરણ 3 થી 12ના ઓનલાઇન શિક્ષણના શ્રી ગણેશ,શાળાએ ન બોલાવવા શિક્ષણ વિભાગનો પરિપત્ર

દર વર્ષે જૂન મહિનામાં શાળાઓ તેમજ કોલેજોમાં વિધિવત શિક્ષણનો પ્રારંભ થઇ જતો હોય છે.ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારે યુનિવર્સિટીઓ માટે મેડિકલ અને ફાર્મસી સિવાયના અભ્યાસક્રમો માટે કૅલેન્ડર નિયત કરવામાં આવ્યું છે.હાલમાં શૈક્ષણિક વર્ષ 2021 માટે પણ કોમન એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે.કોરોના મહામારીને કારણે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આગામી આદેશ આપવામાં ન આવે ત્યાં સુધી ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓને 7 જૂનથી શરૂ થતા નવા શૈક્ષણિક સત્ર દરમિયાન ઓનલાઈન શિક્ષણ આપવાનો આદેશ કરવામાં આવ્યો છે.

slattr1 સોમવારથી ધોરણ 3 થી 12ના ઓનલાઇન શિક્ષણના શ્રી ગણેશ,શાળાએ ન બોલાવવા શિક્ષણ વિભાગનો પરિપત્ર

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે પરિપત્ર જાહેર કરીને શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ જ આફવાનું રહેશે તેવું જણાવ્યું હતું. તેમજ રાજ્ય સરકારની સૂચના ન મળે ત્યાં સુધી શાળાએ બાળકોને કે વિદ્યાર્થીઓને બોલાવવાના રહેશે નહીં તેવો સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યો છે.

slatter2 સોમવારથી ધોરણ 3 થી 12ના ઓનલાઇન શિક્ષણના શ્રી ગણેશ,શાળાએ ન બોલાવવા શિક્ષણ વિભાગનો પરિપત્ર

જ્યારેગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12માં માસ પ્રમોશન બાદ પરિણામ તૈયાર કરવા માટેની ફોર્મ્યુલાની મથામણ ચાલી રહી છે, 100 માર્કના એસેસમેન્ટમાં ધો.10નું પરિણામ પાયો બનશે. પરંતુ ધોરણ 10 અને 12 ના રિપીટર વિદ્યાર્થીઓ માટે હજી પણ નિર્ણય લેવાયો નથી.જોકે આ અંગે પ્રશ્ન પૂછવામાં આવતાવડોદરામાં એક કાર્યક્રમ દરમિયાન શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાને લઈ હજી નિર્ણય લેવાયો નથી.

kalmukho str 4 સોમવારથી ધોરણ 3 થી 12ના ઓનલાઇન શિક્ષણના શ્રી ગણેશ,શાળાએ ન બોલાવવા શિક્ષણ વિભાગનો પરિપત્ર