Not Set/ અમદાવાદ : ગણેશ ચર્તુથીની તડામાર તૈયારીઓ, ચોકલેટમાંથી બનાવ્યા ગણેશજી..!

ગણેશ ચર્તુથી ના પાવન તહેવારમાં લોકો અલગ-અલગ પ્રકારના ગણેશજીનું સ્થાપન કરતા હોય છે. લોકો હવે ખાસ કરીને ઈકો ફ્રેન્ડલી ગણેશ લાવવાનુ પસંદ કરે છે. ત્યારે શિલ્પા ભટ્ટ કે જે ચોકલેટ મેકર છે. તેમણે આ વખતે ચોકલેટમાંથી ગણપતિ બનાવ્યાં છે. તેઓ ચોકલેટના આ ગણેશજી દુધમાં વિસર્જીત કરીને તે દુધ ગરીબ બાળકોને પીવડાવશે. ખાસ કરીને સવા ફુટ જેટલા ચોકલેટમાંથી ગણેશજી બનાવીને એક […]

Top Stories
chocolate ganpati 2 અમદાવાદ : ગણેશ ચર્તુથીની તડામાર તૈયારીઓ, ચોકલેટમાંથી બનાવ્યા ગણેશજી..!

ગણેશ ચર્તુથી ના પાવન તહેવારમાં લોકો અલગ-અલગ પ્રકારના ગણેશજીનું સ્થાપન કરતા હોય છે. લોકો હવે ખાસ કરીને ઈકો ફ્રેન્ડલી ગણેશ લાવવાનુ પસંદ કરે છે. ત્યારે શિલ્પા ભટ્ટ કે જે ચોકલેટ મેકર છે. તેમણે આ વખતે ચોકલેટમાંથી ગણપતિ બનાવ્યાં છે. તેઓ ચોકલેટના આ ગણેશજી દુધમાં વિસર્જીત કરીને તે દુધ ગરીબ બાળકોને પીવડાવશે.

chocolate ganpati e1536648000810 અમદાવાદ : ગણેશ ચર્તુથીની તડામાર તૈયારીઓ, ચોકલેટમાંથી બનાવ્યા ગણેશજી..!

ખાસ કરીને સવા ફુટ જેટલા ચોકલેટમાંથી ગણેશજી બનાવીને એક અનોખી રીતે તેમણે ગણપતી પ્રેમ વ્યક્ત કર્યો છે. દર વર્ષે ખાસ કરીને ગણેશ ઉત્સવમાં લોકો અવનવા ઇનોવેશન્સ કરતા હોય છે. ત્યારે ચોકલેટના ગણપતિ આ વર્ષે શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

shilpa bhatt e1536648024737 અમદાવાદ : ગણેશ ચર્તુથીની તડામાર તૈયારીઓ, ચોકલેટમાંથી બનાવ્યા ગણેશજી..!

2 વર્ષથી શિલ્પા ભટ્ટ આ ચોકલેટના ગણપતિ બનાવે છે. ત્યારે આ વર્ષે પહેલેથી જ તેમને ચોકલેટમાંથી ગણેશજી બનાવવાના ઓર્ડરો આવી ગયા છે. ત્યારે હવે લોકો POP ની મૂર્તિઓનો બહિષ્કાર કરીને માટીની અને આવી ચોકલેટની મૂર્તિઓની સ્થાપના કરીને પર્યાવરણ ની જાળવણી કરવા માટેના પ્રયાસો કરી રહ્યા છે.