Not Set/ Video : લલિત વસોયાએ હાર્દિકને શું આપી સલાહ ? …. અહીં જુઓ

25 ઓગસ્ટથી ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલની મુલાકાતે આજે કોંગ્રેસના ધારાસભ્યો લલિત વસોયા, કિરીટ પટેલ, આશા પટેલ અને પૂર્વ ધારાસભ્ય ડાહ્યાભાઈ પટેલ આવ્યા હતા. તેમણે હાર્દિક સાથે ઉપવાસ આંદોલન મુદ્દે વાત કરી હતી. કોંગ્રેસના આ સભ્યોએ હાર્દિકને સમજાવ્યો કે બહેરી મૂંગી આ સરકારને અહિંસક આંદોલનની અસર થતી નથી, તેથી ઉપવાસ છોડી દે અને પારણાં કરી લે. ઉપરાંત એમણે […]

Top Stories Gujarat
lalit vasoya Video : લલિત વસોયાએ હાર્દિકને શું આપી સલાહ ? .... અહીં જુઓ

25 ઓગસ્ટથી ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલની મુલાકાતે આજે કોંગ્રેસના ધારાસભ્યો લલિત વસોયા, કિરીટ પટેલ, આશા પટેલ અને પૂર્વ ધારાસભ્ય ડાહ્યાભાઈ પટેલ આવ્યા હતા. તેમણે હાર્દિક સાથે ઉપવાસ આંદોલન મુદ્દે વાત કરી હતી.

કોંગ્રેસના આ સભ્યોએ હાર્દિકને સમજાવ્યો કે બહેરી મૂંગી આ સરકારને અહિંસક આંદોલનની અસર થતી નથી, તેથી ઉપવાસ છોડી દે અને પારણાં કરી લે. ઉપરાંત એમણે કહ્યું કે જો તું જીવીશ, તો લડીશ અને લડીશ તો લોકોના મુદ્દાઓને ન્યાય મળશે.

જણાવી દઈએ કે આ પહેલા પણ હરીશ રાવતે કહ્યું હતું કે હાર્દિક ઉપવાસ છોડીને ધરણા પ્રદર્શન અને પદયાત્રા જેવા રસ્તા અજમાવે, કારણ કે સરકાર એવું ઈચ્છે છે કે હાર્દિકની કિડની અને લીવર ખરાબ થાય.