Not Set/ સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ,પોલીસ ની રહેમ નજરે જુગારધામનો ધમધમાટ

અમદાવાદમાં ફરી એક વખત જુગારધામનો પર્દાફાશ થયો છે, શહેરના કુબેરનગર વિસ્તારમાં આવેલા સંતોષીનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જુગારધામ પર રેડ કરી હતી, એક ઘરમાં ચાલતા 21 જુગારીઓને ઝડપી લીધા હતા, પોલીસે 25 મોબાઈલ, પાંચ વાહન અને 52 હજાર રૂપિયાની રોકડ સાથે અંદાજે 7 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, અહી સંતોષ નામનો શખ્સ આ જુગારધામ ચલાવતો […]

Ahmedabad Gujarat
gamble સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ,પોલીસ ની રહેમ નજરે જુગારધામનો ધમધમાટ

અમદાવાદમાં ફરી એક વખત જુગારધામનો પર્દાફાશ થયો છે, શહેરના કુબેરનગર વિસ્તારમાં આવેલા સંતોષીનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જુગારધામ પર રેડ કરી હતી, એક ઘરમાં ચાલતા 21 જુગારીઓને ઝડપી લીધા હતા, પોલીસે 25 મોબાઈલ, પાંચ વાહન અને 52 હજાર રૂપિયાની રોકડ સાથે અંદાજે 7 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, અહી સંતોષ નામનો શખ્સ આ જુગારધામ ચલાવતો હતો, પોલીસે હાલમાં ફરાર બે આરોપીઓને શોધી રહી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધનિય છે કે સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીને આધારે આ જુગારધામનો પર્દાફાશ કર્યો છે અને હજુ પણ શહેરમાં અનેક જગ્યાએ જુગારધામ ચાલી રહ્યાં છે, ઘણી જગ્યાએ પોલીસને રહેમ નજર હેઠળ જુગારધામ ધમધમી રહ્યાં છે.