Not Set/ ગણપતિ સ્થાપનાની જોવા મળી અનોખી થીમ, જજ તરીકે બિરાજ્યા ગણપતિ

અમદાવાદમાં અવનવા ગણપતિ સ્થાપનાની થીમ જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદમાં આવેલ ધનજીભાઈના કુવો માં ગણપતિ સ્થાપનાની એક અલગ જ થીમ જોવા મળી હતી. જેમાં ગણપતિ જજ તરીકે દેખાતા હતા. તેમજ બાજુમાં ટાઇપરાઇટર હતો. આખો માહોલ કોર્ટ જેવો બનાવવામાં આવ્યો હતો. દરેક ચીજ-વસ્તુ અને વ્યક્તિઓ કોર્ટની અંદર હોય તે રીતે વ્યવસ્થિત ગોઠવવામાં આવ્યા હતા. અને તેનો પણ એક ઉદ્દેશ […]

Top Stories Gujarat
ahd ganpati 2 ગણપતિ સ્થાપનાની જોવા મળી અનોખી થીમ, જજ તરીકે બિરાજ્યા ગણપતિ

અમદાવાદમાં અવનવા ગણપતિ સ્થાપનાની થીમ જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદમાં આવેલ ધનજીભાઈના કુવો માં ગણપતિ સ્થાપનાની એક અલગ જ થીમ જોવા મળી હતી. જેમાં ગણપતિ જજ તરીકે દેખાતા હતા. તેમજ બાજુમાં ટાઇપરાઇટર હતો.

ahd ganpati e1537518863533 ગણપતિ સ્થાપનાની જોવા મળી અનોખી થીમ, જજ તરીકે બિરાજ્યા ગણપતિ

આખો માહોલ કોર્ટ જેવો બનાવવામાં આવ્યો હતો. દરેક ચીજ-વસ્તુ અને વ્યક્તિઓ કોર્ટની અંદર હોય તે રીતે વ્યવસ્થિત ગોઠવવામાં આવ્યા હતા. અને તેનો પણ એક ઉદ્દેશ દેખાતો હતો. જેમાં બેટી બચાવો બેટી ભણાવો જેવા બેનરો મારવામાં આવ્યા હતા.

સ્ત્રી ભ્રૂણ હત્યા ની થીમ બનાવી અને લોકોને જાગૃત કરવાનો એક નવો કીમિયો જોવા મળતો હતો. જેટલા લોકો ત્યા આવતા તેઓ તેમને કરેલા શૃંગાર અને થીમ ને જોઈ દરેક વ્યક્તિમાં એક જાગૃતતા આવે એનો નવો કીમિયો કરવામાં આવતો હતો.

ahd ganpati 3 e1537518881718 ગણપતિ સ્થાપનાની જોવા મળી અનોખી થીમ, જજ તરીકે બિરાજ્યા ગણપતિ

20 વર્ષથી સદંતર અલગ અલગ થીમ બનાવી અને શ્રદ્ધાપૂર્વક તેના આયોજક અને તેના લોકો ગણેશ મહોત્સવનો આનંદ લેતા હોય તેવું જોવા મળી રહ્યું છે. પૂરી થીમ ઇકો ફ્રેન્ડલી બનાવી હતી. અને કલકત્તાથી કારીગર બોલાવી પુરી થીમ તૈયાર કરવામાં આવે છે.