Not Set/ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જમીન સંપાદન વિવાદ /  જાણો શું કહ્યું હાઈકોર્ટે…?

કેવડિયા કોલોની ખાતે સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે. પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટિ માટે આસપાસના ગામના આદિવાસીઓની જમીન સરકારે સંપાદિત કરી લીધી હતી. અને આ જમીન અંગે છેલ્લા કેટલાય સમયથી ગુજરાત હાઈકોર્ટમાં વિવાદ ચાલી રહ્યો છે. જેમાં કોર્ટે સરકાર અને ખેડૂતોને 10 દિવસની મહોલત આપી છે, અને […]

Ahmedabad Gujarat
મૃતક 3 સ્ટેચ્યૂ ઓફ યુનિટી જમીન સંપાદન વિવાદ /  જાણો શું કહ્યું હાઈકોર્ટે...?

કેવડિયા કોલોની ખાતે સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે. પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટિ માટે આસપાસના ગામના આદિવાસીઓની જમીન સરકારે સંપાદિત કરી લીધી હતી. અને આ જમીન અંગે છેલ્લા કેટલાય સમયથી ગુજરાત હાઈકોર્ટમાં વિવાદ ચાલી રહ્યો છે. જેમાં કોર્ટે સરકાર અને ખેડૂતોને 10 દિવસની મહોલત આપી છે, અને જણાવ્યું છે કે, આ ૧૦ દિવસમાં બંને પક્ષો સાથે બેસીને સમાધાનની ફોર્મ્યુલા નક્કી કરી કોર્ટ સમક્ષ મુકે. પછી અદાલત જ આ અંગે કોઈ ફોર્મ્યુલા આપશે. આ અંગે વધુ સુનાવણી  11 ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવશે.

વધુમાં હાઈકોર્ટે  સરકાર અને અરજદારોને કહ્યું છે કે, 10 દિવસમાં બન્ને પક્ષો સાથે બેસી સમાધાન કરે. જો 10 દિવસમાં સમાધાનની ફોર્મ્યૂલા નક્કી કરી કોર્ટ સમક્ષ નહીં મુકાય તો હાઈકોર્ટ જ ન્યયોચિત નિર્ણય લેશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.