ફરિયાદ/ સ્ટર્લિંગ હોસ્પિટલ વિરુદ્ધ 11 દર્દીઓએ ક્રાઈમ બ્રાન્ચમાં નોધાવી ફરિયાદ

કોરોના કાળમાં સ્ટર્લિંગ હોસ્પિટલની દર્દીઓ ના બિલમાં લૂંટનો મામલો હાલ ચર્ચામાં આવ્યો છે. 11 લોકો દ્વારા ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Top Stories Gujarat Vadodara
પેટ્રોલ 7 સ્ટર્લિંગ હોસ્પિટલ વિરુદ્ધ 11 દર્દીઓએ ક્રાઈમ બ્રાન્ચમાં નોધાવી ફરિયાદ

રાજ્યમાં કોરોના કાળમાં ખાનગી હોસ્પિટલ અને મેડીકલ સ્ટોર દ્વારા ખુલેઆમ લુટ મચાવવામાં આવતી હોવી ફરિયાદો અવારનવાર બહાર આવી હતી. જો કે કેટલીક હોસ્પિટલ વિરુદ્ધ ફરિયાદો પણ નોધાઇ હતી. જયારે હાલમાં જાણીતી હોસ્પિટલ વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચ માં ફરિયાદ નોધાઇ છે.

કોરોના કાળમાં સ્ટર્લિંગ હોસ્પિટલની દર્દીઓ ના બિલમાં લૂંટનો મામલો હાલ ચર્ચામાં આવ્યો છે. 11 લોકો દ્વારા ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 11 દર્દીઓ પાસે થી સ્ટર્લિંગ હોસ્પિટલએ દોઢ કરોડ પડાવ્યા છે. વધારે પડાવી લીધેલા પૈસા પરત ચુકવવા દર્દીઓએ અભિયાન હાથ ધાર્યું છે. પલ્મોનોલોજીસ્ટ ડો સોનિયા દલાલ એ સ્ટર્લિંગ હોસ્પિટલએ દર્દીઓ પાસે વધુ નાણાં પડાવ્યા નો ખુલાસો કર્યો હતો.

જયારે વડોદરા શહેરના ઇલોરાપાર્ક વિસ્તારની સ્ટર્લિંગ હોસ્પિટલના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા દર્દીઓ પાસે લૂંટ ચલાવવાનો મામલો ચર્ચામાં છે. જેમાં દર્દીઓ પાસે 30 કરોડની લુટ ચલાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેના માટે પોલિસે તપાસ નો દોર શરુ કરવામાં આવ્યો છે.

વડોદરાના સ્ટર્લિંગ ના ઝોનલ હેડ અને ચાર તબિબો અને ચિફ એકાઉન્ટની પુછપરછ કરવામાં આવી છે. આ અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કેટલાક ડોકટરોને બોલાવવામાં આવ્યા હતા. સ્ટર્લિંગ ના ઝોનલ હેડ અનિલ નામ્બિયાર, ચિફ ફાયનાન્સિયલ હેડ મોનિષ ઠક્કર, ડો રિતેશ શાહ, ડો રેવતી ઐયર, ડો મનોજ મહેતા અંને ટાયરન ફર્નાન્ડિઝની પુછપરછ કરવામાં આવી છે. કોરોના કાળ ના હિસાબો રજુ કરવા એસીપી ક્રાઈમે કરી તાકિદ હાથ ધરી છે.

નોંધનીય છે કે, પલ્મોનોલોજિસ્ટ ડો.સોનિયા દલાલ દ્વારા દ્વારા કરવામાં આવેલ અરજીમાં હોસ્પિટલે કોરોનાના દર્દીઓ પાસેથી સરકાર અને વીએમસીની ગાઇડલાઇનનો ભંગ કરી વિઝિટ ફીના નામે રૃ.૩૦ કરોડ પડાવી લીધા હોવાની અને તેમાંથી તેમને રૃ.૧૮ થી ૨૦ કરોડ હોસ્પિટલે નહીં આપ્યા હોવાની અરજી કરવામાં આવી હતી. જેના લીધે આ કેસ ચર્ચામાં રહેલો છે.

IPL / કોણ બનશે અમદાવાદ ટીમનો કેપ્ટન?

ભૂકંપ / ગુજરાતના દ્વારકામાં 5ની તીવ્રતાનો ભૂકંપ,કોઇ જાનહાનિ કે નુકશાન થયું નથી