stock market news/ શેરબજારમાં આજે જોવા મળ્યો ઘટાડો, સેન્સેક્સ 74,826 અને નિફ્ટી 22,762ના સ્તર પર ખુલ્યો

ભારતીય શેરબજારમાં બુધવારે સતત ચોથા દિવસે મોટો ઘટાડો જોવા મળ્યો છે. બજારના આરંભે સેન્સેક્સ 74,826 અને નિફ્ટી 22,762ના સ્તર પર ખુલ્યો.

Top Stories Breaking News Business
sharemarketupdate 21678217739481 4 શેરબજારમાં આજે જોવા મળ્યો ઘટાડો, સેન્સેક્સ 74,826 અને નિફ્ટી 22,762ના સ્તર પર ખુલ્યો

ભારતીય શેરબજારમાં બુધવારે સતત ચોથા દિવસે મોટો ઘટાડો જોવા મળ્યો છે. બીએસઈનો સેન્સેક્સ 658.50 પોઈન્ટના જંગી ઘટાડા સાથે 74,511.95 પોઈન્ટ અને એનએસઈનો નિફ્ટી પણ 182.35 પોઈન્ટના ઘટાડા સાથે 22,705.80 પોઈન્ટ પર બંધ થયો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં લગભગ 1 ટકાનો ઘટાડો થયો છે. શેરબજારમાં સવારથી જ ઘટાડાનો દોર જોવા મળ્યો હતો. સેન્સેક્સ 75 હજારની નીચે ગયો અને 74,826ના સ્તરે ખુલ્યો. બીજી તરફ નિફ્ટી પણ 125.40 પોઈન્ટના ઘટાડા સાથે 22,762 પર ખુલ્યો હતો. વૈશ્વિક બજારના નબળા સંકેતો અને વિદેશી અને સ્થાનિક રોકાણકારોની ઓછી ખરીદીના કારણે શેરબજારમાં દિવસભર ઘટાડો ચાલુ રહ્યો હતો.

રોકાણકારોને રૂ. 2 લાખ કરોડનું નુકસાન થયું છે. બુધવારે બજારમાં આવેલા આ મોટા ઘટાડાથી રોકાણકારોને લગભગ 2 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ પણ એક સત્રમાં રૂ. 417 લાખ કરોડથી ઘટીને રૂ. 415 લાખ કરોડ થયું છે.

BSE-NSE ની સ્થિતિ
હીરો મોટો કોર્પ, કોટક મહિન્દ્રા બેંક, એચસીએલ ટેક્નોલોજીસ, આઈસીઆઈસીઆઈ બેંક અને એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સના શેરને નિફ્ટી પર સૌથી વધુ નુકસાન થયું છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ઓટો, ભારત પેટ્રોલિયમ, અદાણી પોર્ટ્સ અને યુપીએલના સ્ટોક્સ નિફ્ટીની ટોપ ગેઇનર્સ લિસ્ટમાં સામેલ હતા. બીજી તરફ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, નેસ્લે ઈન્ડિયા, ટાટા મોટર્સ, SBI અને ઈન્ડસઈન્ડ બેંક સેન્સેક્સમાં ટોપ ગેઇનર હતા અને કોટક મહિન્દ્રા બેંક, HCL ટેક્નોલોજીસ, ICICI બેંક, સન ફાર્મા અને ઈન્ફોસિસના નામ ટોપ લુઝર લિસ્ટમાં હતા.

બુધવારે સેક્ટોરલ ઇન્ડેક્સમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. કેપિટલ ગુડ્સ, ટેલિકોમ, હેલ્થકેર, મેટલ અને પાવરમાં વધારો જોવા મળ્યો હતો જ્યારે ઓટો, બેન્ક, એફએમસીજી, આઈટી ઓઈલ એન્ડ ગેસ અને રિયલ્ટીમાં ઘટાડો જોવા મળ્યો હતો. BSE મિડકેપ ઈન્ડેક્સ પણ 0.4 ટકા તૂટ્યો છે. જોકે, સ્મોલ કેપ ઈન્ડેક્સમાં લગભગ 0.2 ટકાનો વધારો થયો છે.

રોકાણકારો  ચૂંટણીના પરિણામોને લઈને સાવચેત
લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા રોકાણકારો સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે, જેના કારણે શેરબજારમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. બુધવારે શરૂઆતના ટ્રેડિંગમાં સ્થાનિક સૂચકાંકોમાં ઘટાડો નોંધાયો હતો અને સતત ચોથા ટ્રેડિંગ સેશનમાં બજારમાં ઘટાડો નોંધાયો હતો. 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામો આવવાના છે. આ અંગે બજારમાં ભારે હલચલ મચી ગઈ છે. FPIs ભારતીય શેરબજારમાંથી સતત નાણાં ઉપાડી રહ્યાં છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: IRDAI હેલ્થ ઇન્સ્યોરન્સ મામલે લીધો મહત્વનો નિર્ણય, 1 કલાકમાં જ આપવી પડશે કેશલેસ ટ્રીટમેન્ટની મંજૂરી

આ પણ વાંચો: PM મોદીના કન્યાકુમારીના રોક મેમોરિયલ પર ધ્યાન મામલે વિપક્ષના પ્રહાર, ટેલિકાસ્ટ પર કરશે ફરિયાદ

આ પણ વાંચો: લો બોલો ! દિલ્હીમાં રેકોર્ડ તોડ 52.9 ડિગ્રી તાપમાન ‘સેન્સરની ભૂલ’ ?