સુરેન્દ્રનગર/ લીંબડીન‍ા ગ્રામ્ય વિસ્તારમાં પી.જી.વી.સી.એલ ટીમ ઉપર પથ્થરથી અજાણ્યા શખ્સો દ્વારા હુમલો

લીંબડીન‍ા ગ્રામ્ય વિસ્તારમાં પી.જી.વી.સી.એલ ટીમ ઉપર પથ્થરથી અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી

Gujarat

– લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘાઘરેટીયા ગામે વિજ ચેકીંગ હાથ ધરવામાં આવી હતી

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘાઘરેટીયા ગામે વિજ ચેકીંગ હાથ ધરવામાં આવી હતી ત્યારે લીંબડીન‍ા ગ્રામ્ય વિસ્તારમાં પી.જી.વી.સી.એલ ટીમ ઉપર પથ્થરથી અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં દિવસે દિવસે વિજ ચોરીના બનાવો દિવસેને દિવસે વધી જવા પામી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘાઘરેટીયા ગામે વિજ ચેકીંગ હાથ ધરવામાં આવી હતી ત્યારે લીંબડીન‍ા ગ્રામ્ય વિસ્તારમાં પી.જી.વી.સી.એલ ટીમ ઉપર પથ્થરથી અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી.

લીંબડી તાલુકાના ઘાઘરેટીયા ગામમાં વિજ ચેકિંગ દરમ્યાન કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા કર્મચારીઓ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં પી.જી.વી.સી.એલ.ની ગાડીઓના કાચ ફોડી નાખવામાં આવ્યા હતા. જો કે સદનસીબે કોઈ કર્મચારીઓને ઇજાઓ થઇ નહોતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં પી.જી.વી.સી.એલ. કર્મચારીઓ ઉપર હુમલાનો ફરી એક વખત બનાવ સામે આવ્યો છે. આ પહેલા પણ રાણાગઢ ગામમાં પીજીવીસીએલની ટીમ પર હુમલાનો બનાવ બન્યો હતો. ત્યારે અજાણ્યા શખ્સો સામે ફરીયાદ લીંબડી પોલીસ દ્વારા ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.