Accident/ ગોંડલ નેશનલ હાઈવે રામદ્વાર પાસે એસટી બસ અને ટ્રક ઉપર પથ્થરમારો 

ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે રામ દ્વાર પાસે રાત્રિના દોઢ વાગ્યે એસટી બસ, ટ્રક તેમજ અન્ય એક વાહન ઉપર કોઈ અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કરતા ટ્રક અને બસ ના કાચનો કચ્ચરઘાણ બોલી

Gujarat
1

વિશ્વાસ ભોજાણી @ મંતવ્ય ન્યૂઝ, ગોંડલ

ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે રામ દ્વાર પાસે રાત્રિના દોઢ વાગ્યે એસટી બસ, ટ્રક તેમજ અન્ય એક વાહન ઉપર કોઈ અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કરતા ટ્રક અને બસ ના કાચનો કચ્ચરઘાણ બોલી ગયો હતો જ્યારે આ ઘટનામાં ટ્રક ડ્રાઇવર ઇજાગ્રસ્ત થતા સારવાર માટે સરકારી દવાખાને ખસેડાયો હતો.

2

Politics / કોરોનાની રસી આવી તેની સાથે હવનમાં હાડકાં નાખનારા આવી ગયા : નીતિન પટેલ

પ્રાપ્ત વિગતો મુજબ ભિલોડા એસટી ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા આદર્શસિંહ ઇન્દ્રસિંહ સોલંકી ( ઉંમર વર્ષ 39) ભિલોડા થી સોમનાથ રૂટની એસટી બસ GJ18Z5005 લઈ પસાર થઇ રહ્યા હતા ત્યારે ગોંડલ નજીક રામ દ્વાર પાસે ઓવરબ્રિજ ઉતરતા પથ્થરમારો થતાં બસના કાચ તુટી જવા પામ્યા હતા અચાનક પથ્થરમારો થતા બસ ઉમવાડા ચોકડી એ લઈ જઈ ઊભી રાખી હતી.

1

TRP Scam / ચેટ વાયરલ થયા બાદ પુલવામા શહીદોનાં પરિજનો અર્ણબ ગોસ્વામીથી નારાજ

દરમિયાન GJ25T7609 ટ્રક પસાર થતા તેના ઉપર પણ પથ્થરમારો થતાં ટ્રકના ડ્રાઇવર રહીમભાઈ ભીખુભાઈ સોઢા રહે. રાજકોટવાળા ને દાઢીના ભાગે ઈજા સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. બાદમાં બસના ડ્રાઈવર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાતા પોલીસે આઈપીસી કલમ 337 427 114 મુજબ ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ઝાલા એ તપાસ હાથ ધરી હતી. પોલીસે આ પથ્થરમારો ટીખળખોરોએ દ્વારા કરાયો છે કે કોઈ શખ્સો દ્વારા લૂંટના ઇરાદે કરાયો છે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

Bollywood / કંગના રનૌતનું ટ્વિટર એકાઉન્ટ આ કારણે અસ્થાઈ રૂપે બંધ કરવામાં આવ્યું

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…