Jackie Shroff Viral Video/ જેકી શ્રોફ મુંબઈના સૌથી જૂના રામ મંદિરના સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેતા જોવા મળ્યા,વીડિયો જુઓ

બોલિવૂડ એક્ટર જેકી શ્રોફનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જેકી શ્રોફ રામ મંદિરની સીડી પર પોતું કરતા જોવા મળ્યા…

Entertainment Videos
જેકી શ્રોફનો વીડિયો

બોલિવૂડના પીઢ અભિનેતા જેકી શ્રોફ, અભિનયની સાથે સાથે પર્યાવરણનું પણ ખૂબ ધ્યાન રાખે છે. તેઓ દરેક લગ્ન, પાર્ટીમાં હોસ્ટને ભેટ આપતા જોવા મળ્યા છે. અને ફિલ્મના પ્રીમિયરમાં તે યોગદાન આપતો જોવા મળે છે.વાસ્તવમાં જેકીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયોમાં જેકી હાથમાં કપડું લઈને રામ મંદિરના પગથિયાં પર પોતું મારતા નજરે ચડી રહ્યો છે.

લોકો શું કહે છે?

આ વીડિયોમાં જે રામ મંદિર દેખાઈ રહ્યું છે તે અયોધ્યામાં બની રહેલું રામ મંદિર નથી. આ મુંબઈના સૌથી જૂના રામ મંદિરોમાંથી એક છે. વાઈરલ વીડિયોમાં જગ્ગુ દાદા મોજા પહેરીને સફાઈ કરતા જોવા મળે છે. જેકી શ્રોફનું કામ જોઈને યૂઝર્સ ખુશ થઈ ગયા છે. તેઓ સોશિયલ મીડિયા છે અભિનેતાના વખાણ કરી રહ્યા છે.એક યુઝરે લખ્યું, ‘શૂન્યમાંથી હીરો બનેલો વ્યક્તિ તેનું મહત્વ સમજે છે.’ બીજાએ લખ્યું, ‘તે કેમેરાની સામે અને કેમેરા પાછળ નમ્ર વ્યક્તિ છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Access (@bollywoodaccess)

જેકી ઓર્ગેનિક ફાર્મ પર કામ કરે છે. 

ફિલ્મોમાં અભિનય ઉપરાંત જેકી શ્રોફ સામાજિક કાર્યો પણ કરે છે. તેની પાસે એક ઓર્ગેનિક ફાર્મ છે, જ્યાં તે ઓર્ગેનિક છોડ અને વનસ્પતિ ઉગાડે છે. આટલું જ નહીં, સમયાંતરે તે સારવાર માટે ફંડ પણ આપે છે અને ઘણા જરૂરિયાતમંદ બાળકોનું શિક્ષણ. જેકી શ્રોફના કામ વિશે વાત કરીએ તો, અભિનેતા તાજેતરમાં નીના ગુપ્તા સાથે ફિલ્મ ‘મસ્તી મેં રહેં કા’માં જોવા મળ્યો હતો.આ સિવાય તેણે રજનીકાંતની ‘જેલર’માં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરા/PCR વાનમાં દારૂની મહેફિલ માણતા કોન્સ્ટેબલ બે મિત્રો ઝડપાયા

આ પણ વાંચો:ayodhya ram mandir/‘છોટી કાશી’ હાલારનું હીર અયોધ્યામાં પાથરશે પોતાની કલાના ઓજશ

 

 

આ પણ વાંચો:stray cattle/ભાવનગરમાં રખડતા ઢોરનો આતંક યથાવત્, ઘટના સ્થળે યુવકનું મોત