Not Set/ ધોરણ 10ના પરિણામમાં અંગ્રેજીમાં 35,ગણિતમાં 36 માર્કસ મેળવનાર IASની સ્ટોરી, ડિગ્રી નહીં ટેલેન્ટનું મહત્વ

 તુષાર ડી. સુમેરા હાલમાં ભરૂચ જિલ્લાના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ છે. 2012માં તે UPSC પરીક્ષા પાસ કરીને IAS ઓફિસર બન્યા હતા.

Top Stories India
4 27 ધોરણ 10ના પરિણામમાં અંગ્રેજીમાં 35,ગણિતમાં 36 માર્કસ મેળવનાર IASની સ્ટોરી, ડિગ્રી નહીં ટેલેન્ટનું મહત્વ

સામાન્ય રીતે હાલના માતા-પિતા તેમના સંતાનો પાસે સારા માર્કસની આંકાક્ષા રાખતા હોય છે,અને તેના પર ભણવાનો પ્રેસર બનાવે છે તેવા પેરેન્ટસ માટે આ વાતને જાણવી અતિ અનિવાર્ય છે, પરીક્ષામાં(EXAM) ખરાબ પરિણામ કારકિર્દીના તમામ દરવાજા બંધ કરી દેતા નથી, તેનું જીવંત ઉદાહરણ ગુજરાતના ભરૂચ જિલ્લાના કલેક્ટર( COLLECTER) તુષાર સુમેરા છે. તેમના દસમામાં માત્ર પાસિંગ માર્કસ મળ્યા હતા, પરંતુ તેમની મહેનત અને લગનથી તે કલેક્ટર બનવામાં સફળ રહ્યા. IAS અવનીશ શરણે તેમની આ સ્ટોરી શેર કરી હતી.

આ પણ વાંચો   indian cricket/ આ ભારતીય ક્રિકેટરોનું જમવાનું બિલ અધધ 1.74 કરોડ,BCCIના હોંશ ઉડી ગયા!

છત્તીસગઢ કેડરના IAS અધિકારી અવનીશ શરણે ટ્વીટ કર્યું કે ભરૂચના (BHARUCH) કલેક્ટર તુષાર સુમેરાએ તેમની 10મી માર્કશીટ શેર કરતી વખતે લખ્યું કે તેમને 10માં માત્ર પાસિંગ માર્કસ મળ્યા છે. તુષાર સુમેરાએ 100માંથી અંગ્રેજીમાં 35, ગણિતમાં 36 અને વિજ્ઞાનમાં 38 ગુણ મેળવ્યા છે.IAS અવનીશે વધુમાં જણાવ્યું કે તુષાર સુમેરાના પરિણામને જોઈને આખા ગામમાં જ નહીં પરંતુ તેની સ્કૂલમાં પણ કહેવામાં આવ્યું કે તે કંઈ કરી શકે તેમ નથી. પરંતુ તુષારે સખત મહેનત અને લગનથી એવું સ્થાન હાંસલ કર્યું કે ટીકાકારોની બોલતી બંધ થઈ ગઈ. IASએ તેમને લોકો માટે પ્રેરણા સ્ત્રોત ગણાવ્યા છે.

IAS અવનીશ શરણના આ ટ્વીટ પર ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાએ ‘Thank you sir’ લખીને જવાબ આપ્યો છે. આ પોસ્ટ પર તમામ યુઝર્સે પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે  લખ્યું- ક્ષમતા માર્ક, ગ્રેડ કે રેન્ક નક્કી કરતી નથી. અન્ય એક વ્યક્તિએ લખ્યું- જો તમારામાં દ્રઢતા હોય તો કંઈપણ અશક્ય નથી.

કોણ છે તુષાર સુમેરા?

 તુષાર ડી. સુમેરા હાલમાં ભરૂચ જિલ્લાના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ છે. 2012માં તે UPSC પરીક્ષા પાસ કરીને IAS ઓફિસર બન્યા હતા. PM નરેન્દ્ર મોદીએ ભરૂચમાં ઉત્કર્ષ પહેલ અભિયાન અંતર્ગત કરવામાં આવેલા કામો અંગે ટ્વિટર પર તુષાર સુમેરાનો ઉલ્લેખ કર્યો છે.ઉલ્લેખનીય છે કે  હાઈસ્કૂલમાં માત્ર પાસિંગ માર્કસ લઈને પાસ થયેલા તુષારે ઈન્ટરમીડિયેટનો અભ્યાસ આર્ટસ સ્ટ્રીમ સાથે કર્યો હતો. બાદમાં B.Ed કર્યા બાદ તેમને શિક્ષકની નોકરી મળી. આ નોકરી દરમિયાન તેમના મનમાં કલેક્ટર બનવાનો વિચાર આવ્યો અને તેણે UPSC પરીક્ષાની તૈયારી શરૂ કરી