વડોદરા/ નવરાત્રી દરમિયાન અજીબોગરીબ ઘટના, ગરબા રમીને ઊંઘી ગયા માતા અને દીકરી અને પછી જે થયું

મૃતક માતા અને દીકરી વડોદરામાં આવેલા સમા વિસ્તારમાં ચંદનવાડી સોસાયટીમાં રહે છે અને તેઓ રાત્રે ગરબા રમીને આવ્યા પછી ઘરે આવીને સૂઈ ગયા હતા….

Gujarat Vadodara
માતા અને દીકરી

હાલમાં રાજ્યભરમાં નવરાત્રીનો માહોલ જામ્યો છે અને ખેલૈયાઓ મન મુકીને ગરબા રમી રહ્યા છે, ત્યારે આ વચ્ચે સંસ્કારીનગરી તરીકે ઓળખાતા વડોદરામાંથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે, જેને લઈને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. હકીકતમાં, વડોદરા શહેરના સમા વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં રાતે ગરબા રમીને આવેલા 6 વર્ષની દીકરી તથા તેની માતા બીજા દિવસે સવારમાં મૃત હાલતમાં મળી હતી.

આ પણ વાંચો :હત્યારા સચિન દિક્ષિતના 14 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર, કોર્ટમાં કાર્યવાહી દરમિયાન આંખમાં આવ્યા આંસુ

આ અંગે મળતી માહિતી મુજબ, મૃતક માતા અને દીકરી વડોદરામાં આવેલા સમા વિસ્તારમાં ચંદનવાડી સોસાયટીમાં રહે છે અને તેઓ રાત્રે ગરબા રમીને આવ્યા પછી ઘરે આવીને સૂઈ ગયા હતા. જોકે, ત્યારબાદ આજે સવારે દીકરીના પિતાએ બંને ઉઠાડવાની કોશિશ કરી તો તે ઉઠી નહોતી પછી બન્ને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડૉક્ટરોએ માતા-પુત્રીને મૃત જાહેર કર્યા હતા.

આ પણ વાંચો :  સચિન દીક્ષિતને 12 વાગ્યે કોર્ટમાં લઇ જવામાં આવશે

બીજી બાજુ આ ઘટનાને લઈને હવે અનેક તર્કવિતર્ક સામે આવી રહ્યા છે, કારણ કે બન્નેની હત્યા થઇ છે કે તેઓએ આત્મહત્યા કરી છે, તેને લઈને લોકોમાં ભારે કુતૂહલતા ફેલાયેલી છે.

બીજી બાજુ આ ઘટનાની જન પોલીસને કરાતા તેઓ તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બન્નેના પોસ્ટમોર્ટમ માટે મૃતદેહોને સયાજી હોસ્પિટલમાં મોકલ્યા હતા. આ સાથે સાથે પોલીસે આ કેસમાં મૃતક મહિલાના પતિની અટકાયત કરીને તપાસ શરુ કરી છે.

આ પણ વાંચો :જોઈ લો.. તરછોડાયેલા શિવાંશની માતા મહેંદીની તસવીર આવી સામે

આ પણ વાંચો :શિવાંશની માતા મહેંદીને લઈને વધુ એક ખુલાસો, જાણો કયા થયો હતો માસૂમનો જન્મ