Surat/ વિદ્યાર્થીએ વર્ગખંડમાં સૂતા-સૂતા આપી યુનિવર્સિટીની B.SCની પરીક્ષા, જાણો વિદ્યાર્થી સાથે એવું શું બન્યું

સુરતના એક વિદ્યાર્થી સૂતા-સૂતા યુનિવર્સિટીની B.SCની પરીક્ષા આપી. આ જાણી તમને પણ નવાઈ લાગશે કે આખરે એવું તો શું થયું કે વિદ્યાર્થીએ સૂતા-સૂતા પરીક્ષા આપવી પડી.

Top Stories Gujarat Surat
Beginners guide to 2024 03 29T145435.389 વિદ્યાર્થીએ વર્ગખંડમાં સૂતા-સૂતા આપી યુનિવર્સિટીની B.SCની પરીક્ષા, જાણો વિદ્યાર્થી સાથે એવું શું બન્યું

સુરતના એક વિદ્યાર્થી સૂતા-સૂતા યુનિવર્સિટીની B.SCની પરીક્ષા આપી. આ જાણી તમને પણ નવાઈ લાગશે કે આખરે એવું તો શું થયું કે વિદ્યાર્થીએ સૂતા-સૂતા પરીક્ષા આપવી પડી. કેમ શિક્ષકોએ આ મામલે વિરોધ ના નોંધાવ્યો. કેમ આ વિદ્યાર્થીને સૂતા-સૂતા પરીક્ષા આપવાની પરવાનગી આપવામાં આવી. તમારો મનમાં આવા તમામ સવાલો પેદા થયા હશે. અમે તમને જણાવીશું આખરે વિદ્યાર્થી સાથે એવો કયો બનાવ બન્યો કે તેને સૂતા-સૂતા પરીક્ષા આપવી પડી.

વાત છે કે સુરતના એ વિદ્યાર્થીની જે વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટીમાં બીએસસીનો અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થી કે જેનું નામ આર્યન વધાસીયા છે જે હાલ બીએસસીના ચોથા સેમેસ્ટરમાં છે. હાલમાં યુનિવર્સિટીની પરીક્ષા ચાલી રહી છે. પરંતુ સંજોગવસાત આર્યને સૂતા-સૂતા પરીક્ષા આપવી. કારણ કે ગત 19 ફેબ્રુઆરીના રાોજ આર્યન એક ગંભીર અકસ્માતનો શિકાર થયો હતો. કાપોદ્રા બ્રિજ પર પસાર થતા આર્યનની બાઈકને એક ટ્રકે ટક્કર મારી હતી. ટક્કરના કારણે આર્યન ઉછળીને રોડ પર પટકાયો અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. આ અકસ્માતમાં આર્યનના કમર અને થાપા સહિતના ત્રણ ભાગો પર ફેકચર થયું.

અકસ્માતમાં ગંભીર ઇજા પામવાના કારણે આર્યન વર્ગખંડની બેન્ચ પર બેસી શકે તેવી સ્થિતિમાં નહોતો. આર્યનની કોલેજના પ્રિન્સિપાલને આ વાતની જાણ થઈ અને તેમણે વિદ્યાર્થીનું ભવિષ્ય બચાવવા યુનિવર્સિટીના કુલપતિ ડો.કે.એન.ચાવડા, કુલસચિવ ડો.આર.સી,ગઢવી અને પરીક્ષા નિયામક અરવિંદ ધડકૂ સાથે વાતચીત કરી. આર્યનના સદનબસીબે તેને વર્ગખંડમાં પરીક્ષાની મંજૂરી આપવામાં આવી. અને આ માટે કોલેજના વર્ગખંડમાં બેડવાળો બેન્ચ આપવામાં આવી. જેમાં સૂતા-સૂતા તેણે બીએસસીના ચોથા સેમેસ્ટરની પરીક્ષાઓ આપી. જો કે યુનિવર્સિટીએ આર્યનને રાઈટરની ફાળવણી કરવાની પણ મંજૂરી આપી હતી છતાં મહેનતુ અને મજબૂત આર્યને જાતે જ પરીક્ષાઓના પેપર લેખ્યા. આર્યને જણાવ્યું કે હું પ્રિન્સિપાલ અને તમામનો આભાર માનું છું જેમણે મારી સ્થિતિ જાણી પરીક્ષા આપવાની મંજૂરી આપી. વધુમાં તેણે કહ્યું કે કેમ પરીક્ષા આપવી તેના માટે મહત્વની છે. જો હું ચોથા સેમેસ્ટરની પરીક્ષા પાસ ના કરત તો આગળ પાંચમાં સેમેસ્ટરમાં પ્રવેશ ના મેળવી શકું. અને આ કારણે બે માર્કશીટ બનવાની નોબત આવત. જે મારી કારર્કીદી માટે વધુ નુકસાનકારક સાબિત થઈ શકત. આથી જ રાઈટરની મંજૂરી હોવા છતાં મેં સુતા-સુતા પરીક્ષા આપી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:PM Modi and Khadge/4 જજોએ પ્રેસ કોન્ફરન્સ કેમ કરી? પીએમ મોદી અને ખડગે ધાકધમકીનાં આરોપમાં સામસામે

આ પણ વાંચો:Foreign Minister of Ukraine/યુક્રેનના વિદેશ મંત્રી પ્રથમ વખત ભારતની મુલાકાતે 

આ પણ વાંચો:Mukhtar Ansari Death/મુખ્તાર અન્સારીનું આજે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, તેમના અંતિમ સંસ્કાર પૈતૃક