Not Set/ દસમા અને બારમા ધોરણના વિધાર્થીઓને માસ પ્રમોશનથી શું બધા વિધાર્થીઓ ખુશ છે?

દસમા અને બારમા ધોરણનું માસ પ્રમોશન કોને ફાયદો કરાવશે? ખાનગી કોલેજોને ઘી કેળા થશે.? કેટલાય વિધાર્થીઓ કે જે ભણવામાં નબળા હતા તેમને વૈતરણી પાર કરી ગયાનો આંનદ મળશે

India Trending
  • દસમા અને બારમા ધોરણનું માસ પ્રમોશન કોને ફાયદો કરાવશે?
  • ખાનગી કોલેજોને ઘી કેળા થશે.
  • કેટલાય વિધાર્થીઓ કે જે ભણવામાં નબળા હતા તેમને વૈતરણી પાર કરી ગયાનો આંનદ મળશે

@રીના બ્રહ્મભટ્ટ, કટાર લેખક 

ગયા વર્ષની જેમ ફરી એકવાર વિધાર્થીઓને માસ પ્રમોશન મળી ગયું છે. ઓનલાઇન સ્કૂલો પણ શરુ થઇ ચુકી છે. પરંતુ આ વખતે 10 માં અને 12 માં ધોરણના વિધાર્થીઓને પણ માસ પ્રમોશન આપવાનો મુદ્દો થોડો ઐતિહાસિક અને હટકે છે. કેમ કે, કેરિયર અને ભવિષ્ય માટે આ બન્ને ધોરણો દરેક વિધાર્થી માટે ખુબ જ મહત્વના છે. હા, 10મુ ધોરણ હવે પહેલાની જેમ કોઈ મહત્વ નથી રાખતું પરંતુ વિધાર્થીની આદતો અને માનસિકતા આગામી વર્ષો માટે તૈયાર કરવા આ ધોરણ વિધાર્થીનો કેરિયરના પહેલા પગથિયાં જેવું છે. તેથી આ ધોરણ પણ કોઈક રીતે તો મહત્વ રાખે જ છે.

ખેર , આ તો વાત થઇ વિધાર્થીઓએ ભવિષ્ય માટે મહેનત કરી ભવિષ્ય માટે તૈયાર થવાની પરંતુ આમ સૌથી મોટી એક વાત તે છે કે, જે વિધાર્થીઓ ભણવામાં સાવ નબળા હતા તેમના માટે તો જાણે કે, સોનાનો સુરજ ઉગ્યો છે. તેમને સીધો કૂદકો મારવા મળી ગયો છે. એટલે આ વિધાર્થીઓ તો ગંગા નાહ્યા છે. કે જેમને યેનકેન પ્રકારે 10 માં કે 12માં ધોરણનું સર્ટી. જોઈતું હતું તેમનું તો જાણે કે કામ નીકળી ગયું છે,

School leaving certificates of Gujarat Class 10 students to mention 'mass  promotion' | Education News,The Indian Express

પરંતુ અહીં સમસ્યા તે વિધાર્થીઓ માટે છે કે, જેઓ એ અત્યાર સુધી બોર્ડની પરીક્ષાને જ ધ્યાનમાં રાખીને જ અભ્યાસ ટાર્ગેટ કરતા હતા. અને સ્કૂલની ઇન્ટરનલ પરીક્ષાને ખાસ ધ્યાનમાં લેતા ન હતા. કેમ કે, આ વખતે માસ પ્રમોશનમાં ખાસ કરીને 10 માં ધોરણના માર્ક્સ સ્કૂલની ઇન્ટરનલ પરીક્ષા, એકમ કસોટીઓ અને એક લેવાયેલી પરીક્ષાના માર્ક્સને ગણતરીમાં લઈને તેમના માર્ક્સ ગણવાના છે.

Gujarat Govt to mass promote students from classes 1 to 9, 11 - Education  Today News

મતલબ કે, જે સ્કૂલની પરીક્ષાને અવગણવામાં આવતી હતી તેને પણ હવે વિધાર્થીઓએ મહત્વ આપવું પડશે…જો કે, આ બાબત હાલની સ્થિતિ ની છે.. 12માં ધોરણમાં પણ કદાચ આમ જ ગણતરી કરાય તેમ બને. પરંતુ આમાં વિધાર્થીઓ માટે સમસ્યા તે જ છે કે, જેઓ ખરેખર કાબિલ છે અને સમય કે જરૂરિયાત મુજબ સ્કૂલની પરીક્ષા કે આવી કસોટીઓને ખાસ ધ્યાન નથી આપ્યું તેમને જાણે -અજાણે અન્યાય થઇ શકે છે. પરંતુ સામે છેડે સરકાર પાસે પણ કોઈ ઓપશન નથી. આ સ્થિતિમાં કરે તો પણ શું કરે?

Gujarat, Corona, 10th Board, Mass Promotion, No Exam - Gujarat: कोरोना की  स्थिति देखते हुए गुजरात में दसवीं बोर्ड के विद्यार्थियों को मिलेगा मास  प्रमोशन | Patrika News

બીજું કે, આ વખતે સૌથી મોટો ફાયદો ખાનગી કોલેજો કે કોર્સીસ ચલાવતી કોલેજો કે સંસ્થાને થવાની પુરી વકી છે. કેમ કે, માર્ક્સ નો રેશિઓ પણ આ વખતે અવશ્ય ઘટશે. આમ તો સરેરાશ 60 થી 65 % કે તેની આસપાસ 12 માં ધોરણનું રીઝલ્ટ આવતું હતું.. જેમાં ક્યારેક વધ-ઘટ પણ હોય. પરંતુ મુખ્ય મુદ્દો તે જ છે કે, આ વખતે ઘટતા રેશીઆ સાથે જે ટકાવારી આવશે તેમાં આ ખાનગી કોલેજોને ઘી કેળા થશે.

gujarat board exam news: Gujarat govt postpones Class 10, 12 board exams; mass  promotion for others - Times of India

જેને ડૉક્ટરીમાં કે કોઈ સારા કોર્સીસમાં એડમિશન લેવું છે તેના માટે ટકાવારી મહત્વ ધરાવે છે પરંતુ આ ફેરે તેની ગણતરીની પ્રથા મુજબ આ અંગે વિધાર્થો પણ ધાર્યું પરિણામ મેળવી શકે તેવી સંભાવના ઓછી છે. તેથી જેણે ડોકટરીમાં જવું છે અને સરકારી કોલેજમાં એડમિશન જેટલી ટકાવારી નથી થતી તેઓ તો ખાનગી કોલેજો તરફ મીટ માંડવાના જ છે. મતલબ કે, એન્જીનીયરીંગ કોલેજો અને અન્ય આઇટીઆઈ કોલેજોની જે સીટો ખાલી રહેતી હતી તેમને પણ આ વખતે કોરોના ફળશે…તેમની સીટો ભરાશે ..

અર્થાત કેટલાય વિધાર્થીઓ કે જે ભણવામાં નબળા હતા તેમને વૈતરણી પાર કરી ગયાનો આંનદ મળશે. તો જે વિધાર્થીઓ બોર્ડને ટાર્ગેટ કરી મહેનત કરતા હતા અને સ્કૂલના પરીક્ષાને ધ્યાન નોતા આપતા તેમને ખાસ્સું તેવું નુકસાન છે.. પરંતુ સ્થિતિ જ તેવી છે ત્યારે ઘણા વિધાર્થીઓની કેરિયર ક્યાંક બગડશે તો કેટલાય ને બખ્ખા થઇ જશે..