ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી/ પાટણ સરકારી કુમાર છાત્રાલયમાં વિધાર્થીઓ બે દિવસથી ભૂખ્યા, જાણો શું છે કારણ

હાલમાં લમ્પી વાયરસ એક જીવલેણ રોગ ગાયોને થયો છે અને અમને રોજ ગાયનું દૂધ પીવડાવવામાં આવે છે આ દૂધ ગરમ પણ કરતા નથી અને પાણી નાખીને આપે છે

Gujarat Others
પાટણ

પાટણ ઉંઝા ત્રણ રસ્તા પાસે આવેલ સરકારી કુમાર છાત્રાલય હલકી ગુણવત્તાનું ભોજન આપવાના કારણે ધોરણ નવ થી કોલેજ સુધી ના 50 જેટલા વિદ્યાર્થીઓ ભૂખ્યા રહેવાનો  વારો આવ્યો છે.આ વિધાર્થીઓ દ્વારા વારંવાર રજુવાત છતાંય કોઈ સાંભળતું નથી.જેના કારણે વિદ્યાર્થીઓમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે.વિદ્યાર્થીઓની રજુવાત સાંભળવામાં નહીં આવે તો ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી પણ વિદ્યાર્થીઓ દ્વારા  ઉચ્ચારવામા આવી છે. છાત્રાલયમાં વિદ્યાર્થીઓ દ્વારા લેખિત અરજી પણ આપવામાં આવી છે.

અ 22 પાટણ સરકારી કુમાર છાત્રાલયમાં વિધાર્થીઓ બે દિવસથી ભૂખ્યા, જાણો શું છે કારણ

પાટણ ઉંઝા ત્રણ રસ્તા પાસે આવેલ સરકારી કુમાર છાત્રાલય હલકી ગુણવત્તાનું ભોજન આપવાના કારણે ધોરણ નવથી કોલેજ સુધી ના 50 જેટલા વિદ્યાર્થીઓ ભૂખ્યા રહેવાનો વારો આવ્યો છે આ વિધાર્થીઓ ગઈ કાલે સવારથી જમ્યા વિના ભૂખ્યા છાત્રાલય પરિસરમાં બેઠા છે ત્યારે આ વિધાર્થીઓ દ્વારા વારંવાર રજુવાત છતાંય કોઈ સાંભળતુંના હોવાથી આવે વિધાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો છે જો વિદ્યાર્થીઓની રજુવાત સાંભળવામાં નહીં આવે તો ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી પણ વિદ્યાર્થીઓ દ્વારા ઉચ્ચારવામા આવી છે. આ છાત્રાલયમાં વિદ્યાર્થીઓ દ્વારા લેખિત અરજી પણ આપવામાં આવી છે કે રસોડાની સાફ સફાઈ બરાબર થતી નથી અને સાવ હલકી ગુણવંત્તા વાળુ જમવાનું આપવામાં આવે છે.

અ 23 પાટણ સરકારી કુમાર છાત્રાલયમાં વિધાર્થીઓ બે દિવસથી ભૂખ્યા, જાણો શું છે કારણ

છાત્રાલયના વિદ્યાર્થી સ્વાસ્થ્ય સાથે કર્મચારીઓ ચેડાં કરી રહ્યા છે.વિદ્યાર્થી ઓ દ્વારા  મંતવ્ય ન્યુઝની ટીમ સાથે વાત કરી હતી  કે હાલમાં લમ્પી વાયરસ એક જીવલેણ રોગ ગાયોને થયો છે અને અમને રોજ ગાયનું દૂધ પીવડાવવામાં આવે છે આ દૂધ ગરમ પણ કરતા નથી અને પાણી નાખીને આપે છે અને રસોડાની સાફ-સફાઈ થતી નથી અને હલકી ગુણવત્તાનું ભોજન પીરસાય છે સરકારી છાત્રાલયના કર્મચારીઓને લીધે 50 જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાયું છે  જો ન્યાય નહીં મળે તો અમે ધરણા ઉપર ઉતરીશું રેલી કાઢશું અને ગાંધીનગર સુધી રજૂઆત કરવાની ચિમકી આપી હતી.

આ પણ વાંચો:વાસણામાં મહિલાની ચેઈન લૂંટી જનારા બે શખ્સો ઝડપાયા

આ પણ વાંચો:દાંતા- અંબાજીના ડુંગરાઓમાં જામતી ભાદરવી મહામેળાની શાનદાર જમાવટ

આ પણ વાંચો: ખેડૂતો હવે મુખ્યમંત્રી અને મંત્રીઓના ઘર સામે ધરણા કરશે