ASSAM/ આ સ્કુલમાં પ્લાસ્ટિકનો કચરો વેચીને ભરાય છે વિદ્યાર્થીઓની ફીસ

આ સ્કુલમાં વિદ્યાર્થીઓ શાળાની ફી માટે પ્લાસ્ટિકના બોટલ, પેકેટ લઇને આવે છે. આ અનોખી પહેલ અંગે અક્ષર ફાઉન્ડેશનના કો ફાઉન્ડર મજીન મુખ્તાર કહે છે કે, “પ્લાસ્ટિક સ્કુલ ફીનો વિચાર કેટલાક મહિનાઓ જુનો છે, જેમાં પ્લાસ્ટીકના કચરામાંથી નીપટવા માટેનો આ પ્રકારે છુટકારો છે.

India
a 111 આ સ્કુલમાં પ્લાસ્ટિકનો કચરો વેચીને ભરાય છે વિદ્યાર્થીઓની ફીસ

સમગ્ર દુનિયા હાલમાં ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહી છે અને એમાં પણ પ્લાસ્ટિક એક પ્રકારે પ્રદૂષણનો મોટો ભાગ છે, કારણ કે પ્લાસ્ટિકને જમીનમાં દબાવાથી કે પાણીમાં નાખ્યા બાદ તેને નષ્ટ થવામાં વર્ષો નીકળી જતા હોય છે, તો બીજી બાજુ તેને સળગાવીને નષ્ટ કરવામાં પણ તે હાનિકારક ગેસ પેદા કરે છે, ત્યારે પૂર્વોત્તરના રાજ્ય આસામની એક સ્કુલના પ્લાસ્ટિકને લઈ એક અનોખો પ્રયોગ કરાયો છે, તે જાણીને તમે પણ પ્રશંસા કરશો.

Students In This School Pays Fees With Dry Plastic Waste

હકીકતમાં આસામમાં અક્ષર ફાઉન્ડેશન દ્વારા એક પહેલ કરતા સ્કુલમાં પ્લાસ્ટિક લઈને આવે છે અને આ પ્લાસ્ટીકને રીસાઈકલ કરીને એમાંથી જ છોકરાઓની ફીસ ભરવામાં આવે છે.

Students In This School Pays Fees With Dry Plastic Waste

આ સ્કુલમાં વિદ્યાર્થીઓ શાળાની ફી માટે પ્લાસ્ટિકના બોટલ, પેકેટ લઇને આવે છે. આ અનોખી પહેલ અંગે અક્ષર ફાઉન્ડેશનના કો ફાઉન્ડર મજીન મુખ્તાર કહે છે કે, “પ્લાસ્ટિક સ્કુલ ફીનો વિચાર કેટલાક મહિનાઓ જુનો છે, જેમાં પ્લાસ્ટીકના કચરામાંથી નીપટવા માટેનો આ પ્રકારે છુટકારો છે.

Students In This School Pays Fees With Dry Plastic Waste

આ પહેલ બાદ છોકરાઓ પોતાના અને આજુબાજુના ઘરમાં પડેલો પ્લાસ્ટિકનો કચરો લઈને આવે છે અને આ કચરાને છોકરાઓની મદદથી જ સ્કુલમાં રીસાઇકલ કરીએ છીએ. ત્યારબાદ આમાંથી નાના નાના નિર્માણ કાર્યોમાં આ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ.

akshar4 આ સ્કુલમાં પ્લાસ્ટિકનો કચરો વેચીને ભરાય છે વિદ્યાર્થીઓની ફીસ

બીજી બાજુ આસામની આ સ્કુલના સંચાલકો પણ ખુશ છે,કારણ કે આ પહેલથી બહુ ઓછા સમયમાં વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતામાં પ્લાસ્ટિકને લઈને જાગરૂકતા આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો