Patan News/ ચાલું પરીક્ષામાં વિદ્યાર્થીઓએ બનાવી રીલ, ફૂલપ્રૂફ આયોજનવાળી પરીક્ષાના ઉડ્યા લીરેલીરા

પાટણ જિલ્લામાં ચાલું પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓએ રીલ બનાવી, મહર્ષી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનો વીડિયો હોવાનો દાવો, કોલેજના સંચાલકો સામે અનેક પ્રશ્ન ઉઠ્યા છે.

Top Stories Gujarat Others

Patan News : પાટણની મહર્ષિ દયાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ચાલુ પરીક્ષાએ રીલ બનાવી, સત્તાધીશો સામે સવાલો ઉઠ્યા છે. પાટણ જિલ્લાના સમી તાલુકાની મહર્ષિ દયાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સોમવારે સમાજશાસ્ત્રનું પેપર લેવામાં આવ્યું હતું. કોલેજની ચાલુ પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થીએ વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં સત્તાધીશો સામે અનેક સવાલો ઉભા થયા છે.

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આ ઘટનાને ગંભીરતાથી લઈ ટ્વીટ કરીને શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટી પાસે કાર્યવાહીની માગણી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, “આ કોઈ કોલેજની બેદરકારી કે લાપરવાહી નથી, પરંતુ વિદ્યાર્થીઓનું સારું રિઝલ્ટ આવે અને આવનાર વર્ષમાં વધારે વિદ્યાર્થીઓના એડમિશનના ધંધા ચાલે તે માટે દરેક જગ્યાએ આવું જ ચાલે છે. ચાલુ પરીક્ષામાં બેફામ ચોરી અને ગેરરીતિ ચાલે છે. અહીંયા તો આ એક રીલ સામે આવી હતી, બાકી બધું બંધ દરવાજામાં ચાલે છે.”

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “તકેદારી કે ધ્યાન રાખવાની જવાબદારી તો HNGU યુનિવર્સિટીના નેજા હેઠળ આવે છે, પરંતુ તે પણ બધું જાણતા હોવા છતાં આંખ આડા કાન કરે છે. જોવાનું રહ્યું કે શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટી આ વીડિયો બહાર આવ્યા પછી શું એક્શન લે છે?” આ ઘટનાથી કોલેજની પ્રતિષ્ઠાને પણ ઠેસ પહોંચી છે. વિદ્યાર્થીઓની બેદરકારી અને કોલેજ પ્રશાસનની લાપરવાહી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

@ UJJWAL VYAS


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં મહિલાને ઈન્સ્ટાગ્રામ રીલ બનાવવી પડી ભારે! સાયબર ગઠિયા વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ

આ પણ વાંચો: ત્રેતાયુગમાં હનુમાનજીએ લંકા બાળી હતી, હવે કલિયુગમાં એક ‘વાનર’ શ્રીલંકામાં અંધકાર લાવ્યો છે!

આ પણ વાંચો: છોકરી બનીને બનાવતો હતો રીલ્સ, એવું તો શું થયું કે ખાઈ લીધો ફાંસો?