Politics/ સુબ્રમણ્યમ સ્વામીએ બિન-ભાજપ શાસિત રાજ્યોને રસીની અછત માટે એક સાથે આવવાની આપી સલાહ

ભારતીય જનતા પાર્ટીનાં નેતા અને રાજ્યસભાનાં સાંસદ સુબ્રમણ્યમ સ્વામી હંમેશા તેમના ટ્વીટ્સ અને નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. આ વખતે ભાજપનાં નેતા સુબ્રમણ્યમ સ્વામીએ તમામ બિન-ભાજપ શાસિત રાજ્યોને કોરોના વાયરસ વેક્સિનનાં અભાવ અંગે સલાહ આપી છે.

Top Stories India
તાઉતે વાવાઝોડું 86 સુબ્રમણ્યમ સ્વામીએ બિન-ભાજપ શાસિત રાજ્યોને રસીની અછત માટે એક સાથે આવવાની આપી સલાહ

ભારતીય જનતા પાર્ટીનાં નેતા અને રાજ્યસભાનાં સાંસદ સુબ્રમણ્યમ સ્વામી હંમેશા તેમના ટ્વીટ્સ અને નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. આ વખતે ભાજપનાં નેતા સુબ્રમણ્યમ સ્વામીએ તમામ બિન-ભાજપ શાસિત રાજ્યોને કોરોના વાયરસ વેક્સિનનાં અભાવ અંગે સલાહ આપી છે.

યાશ સામે યુદ્ધ / યાશ વાવાઝોડા સામે નિપટવા યુદ્ધ જેવી તૈયારી શરૂ, નૌકાદળ-વાયુદળ ભયાનક સ્થિતિનો સામનો કરવા થયા સજ્જ

સુબ્રમણ્યમ સ્વામીએ બિન ભાજપ શાસિત રાજ્યોને વેક્સિનની અછત માટે એક સાથે આવવાની સલાહ આપી છે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે આગોતરી ચેતવણી આપવી જોઈએ કે કોવિડ-19 વેક્સિનનો પુરતો પુરવઠો ન હોવાને કારણે તમામ બિન-ભાજપ શાસિત રાજ્યો એક થઈ શકે છે. સુબ્રમણ્યમ સ્વામીએ સલાહ આપી છે કે વિપક્ષી તમામ રાજ્યો એક થઈને વિદેશની વેક્સિનનો આદેશ આપે અને તેનું બિલ મોદી સરકારને મોકલે. સુબ્રમણ્યમ સ્વામીએ એક ટ્વિટમાં લખ્યું છે કે, “મોદી સરકારને ચેતવણી આપવી જોઇએ કે, રસીનાં પુરતા પુરવઠાનાં અભાવથી નિરાશ તમામ બિન-ભાજપ રાજ્યો, એક સાથે આવીને વિદેશોથી જથ્થાબંધ ઓર્ડરમાં રસી માટે વાટાઘાટ કરશે અને તેનું બિલ કેન્દ્ર સરકારને મોકલી શકે છે. મોદી સરકાર આ બિલને રાજકીય રીતે ચૂકવવાનો ઇનકાર કરી શકે તેમ નથી.”

દાવો / ભારતમાં બનેલી કોરોનાની નેઝલ રસી બાળકો માટે રહેશે ‘ગેમ ચેન્જર’ : WHOનાં વૈજ્ઞાનિકનો સૌથી મોટો દાવો 

આપને જણાવી દઈએ કે, તાજેતરમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે રાજ્યોને વૈશ્વિક ટેન્ડર બહાર પાડ્યું છે અને તેમને વિદેશથી સીધા જ રસીનાં જથ્થાબંધ ઓર્ડર લેવાનું કહ્યું છે. આ દિશામાં, દિલ્હી, પંજાબ સહિત ઘણા બિન-ભાજપ શાસિત રાજ્યોએ રસી માટે વૈશ્વિક ટેન્ડર બહાર પાડ્યા છે. દિલ્હી, ઝારખંડ, પંજાબ, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોએ કહ્યું છે કે તેમના રાજ્યમાં રસીનો અભાવ છે અને જેના કારણે તેઓ 18+ લોકોની રસીકરણ ઝુંબેશ બંધ કરી રહ્યા છે. દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી વાય.એસ. જગનમોહન રેડ્ડીએ પણ કોવિડ-19 રસીની અછત અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક ખુલ્લો પત્ર લખ્યો હતો.

sago str 22 સુબ્રમણ્યમ સ્વામીએ બિન-ભાજપ શાસિત રાજ્યોને રસીની અછત માટે એક સાથે આવવાની આપી સલાહ