સુરેન્દ્રનગર/ પાટડીના અખીયાણા ગામે એસટી બસમાં મહિલાને દુ:ખાવો ઉપડતા 108માં રસ્તામાં જ સફળ ડીલેવરી કરાવી

દુખાવો અસહ્ય હતો તેમજ બાળકની ડિલિવરી થવાના માર્ગમાં માથાની જગ્યાએ બંને પગ આવી ગયા હતા

Gujarat Others
Untitled 304 પાટડીના અખીયાણા ગામે એસટી બસમાં મહિલાને દુ:ખાવો ઉપડતા 108માં રસ્તામાં જ સફળ ડીલેવરી કરાવી

પાટડી તાલુકાના અખીયાણા ગામે એસટી બસમાં મહિલાને દુ:ખાવો ઉપડતા 108માં રસ્તામાં જ સફળ ડીલેવરી કરાવી હતી. એક બાજુ મહિલાને 8 મહિનાની પ્રેગનન્સી અને બાળક ઊંધું હતું અને બીજી બાજુ દુખાવો અસહ્ય હતો તેમજ બાળકની ડિલિવરી થવાના માર્ગમાં માથાની જગ્યાએ બંને પગ આવી ગયા હતા. છતાં 108 એમ્બ્યુલન્સના સ્ટાફે સફળ અને નોર્મલ ડીલેવરી કરાવી હતી.

રાત્રે દસ વાગ્યે અખીયાણા ગામે શિવ શક્તિ હોટેલ પર દાહોદ જતી એસ ટી બસમાં દાહોદની એક મહિલાને પ્રસુતિની પીડા ઉપડતાં ડ્રાઈવરે 108 પર કોલ કર્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાની માલવણ 108 એમ્બ્યુલન્સ ઇમરજન્સી ઘટના સ્થળ પર તાકીદે આવી પહોંચી હતી. 108ના સ્ટાફ ઈએમટી પ્રસેનજીત કૌશલ અને પાયલોટ ઘનશ્યામ આલ ફરજ પર હાજર હતા. આ મહિલાના રિપોર્ટ જોતા જાણવા મળ્યું કે 8 મહિનાની પ્રેગનન્સી અને બાળક ઊંધું હતું. દુખાવો અસહ્ય હતો તેમજ બાળકની ડિલિવરી થવાના માર્ગમાં માથાની જગ્યાએ બંને પગ આવી ગયા હતા. આ પ્રકારની ડિલિવરી નોર્મલ થઈ શકે નહિ. પરંતુ 108ના ઈએમટી પ્રસેનજિત કૌશલે એમની આગવી સૂઝબુઝથી અને કુશળતાપૂર્વક સ્થળ પર જ સફળ નોર્મલ ડીલીવરી કરાવીને માતા અને બાળક બન્નેનો જીવ બચાવ્યો હતો.એસ ટી બસના ડ્રાઈવર, કંડકટર, પેસેન્જરો તેમજ હોટેલના માલિક અને સ્ટાફ દ્વારા 108 એમ્બ્યુલન્સ સેવાનો અને સ્ટાફનો આભાર વ્યક્ત કરીને અભિનંદન પાઠવ્યા હતા.