Lion Operation/ જૂનાગઢમાં સિંહબાળના જડબાનું સફળ ઓપરેશન

જૂનાગઢની વેટરનરી કોલેજમાં સિંહ બાળના જડબાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું ગીર પૂર્વની પાણિયા રેન્જમાંથી ઝડપાયેલા એક ઘાયલ સિંહબાળને જડબામાં ઇજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવતા જડબામાં ફ્રેક્ચર થયાનું સામે આવ્યું હતું.

Top Stories India
Lion operation
  • સિંહબાળને જડબામાં ફ્રેક્ચર થયું હતું
  • પાણિયા રેન્જમાં થોડા દિવસ પહેલા ઘાયલ થયેલા સિંહબાળને બચાવવામાં આવ્યું હતું
  • જસાધારના એનિમલ કેર સેન્ટરમાં તેને મોકલાયું હતું
  • જૂનાગઢની કામધેનુ યુનિવર્સિટીની વેટરનરી કોલેજમાં સારવાર કરાઈ

Lion Operation જૂનાગઢની વેટરનરી કોલેજમાં સિંહ બાળના જડબાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું ગીર પૂર્વની પાણિયા રેન્જમાંથી ઝડપાયેલા એક ઘાયલ સિંહબાળને જડબામાં ઇજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવતા જડબામાં ફ્રેક્ચર થયાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચોઃ લીંબડી હાઇવે પર આઇશરમાંથી રૂપિયા 1.07 કરોડના કિંમતી માલસામાનની ચોરી થતાં ચકચાર

ગીર જંગલમાં સિંહના ઇનફાઇટમાં અથવા તો ફાંસલામાં આવી જવાથી બાળ સિંહને જડબાના ભાગમાં ઇજાઓ પહોંચી હતી. ગીર પૂર્વ ધારી ડિવિઝન નીચે આવતી પાણિયા રેન્જમાં Lion Operation થોડા દિવસ પહેલા ઘાયલ થયેલા આ સિંહબાળને રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને સારવાર માટે જસાધારના એનિમલ કેર સેન્ટરમાં મોકલાયું હતું.જ્યાં તેને જડબામાં ફ્રેક્ચર હોવાનુ જાણવા મળતા જેને પગલે સિંહબાળને જૂનાગઢની કામધેનુ યુનિવર્સિટી હસ્તકની વેટરનરી કોલેજમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યું.

Lion operation 1 જૂનાગઢમાં સિંહબાળના જડબાનું સફળ ઓપરેશન

આ પણ વાંચોઃ 22 ડિસેમ્બરે નોકરી શરૂ કરી અને પહેલો પગાર મળે તે પહેલા જેલમાં

વેટરનરી કોલેજના મદદનીશ પાઠ્યપક ડો.વૈભવસિંહ ડોડિયા એ જણાવ્યું કે વેટરનરી કોલેજની ટીમ અને વન વિભાગ દ્વારા તેના જડબાનું ઓપરેશન ત્રણ કલાક સુધી ચાલુ રહ્યું હતું.. સિંહ સહિતના પ્રાણી અને પશુઓના અનેક ઓપરેશનો કરવામાં આવ્યા છે પરંતુ આ ઓપરેશન રિસ્કી હતું બાળ સિંહના જડબાનો ભાગ હતો ત્યાં જ ફેક્ચર થયું હોવાથી ધ્યાનપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું.. અઢીથી ત્રણ કલાક સુધી સિંહણ નું ઓપરેશન ચાલ્યું અને સફળતાપૂર્વક આજની બાળનું ઓપરેશન પૂર્ણ થતા તેને ફરી વન વિભાગ દેખરેખ શરૂ કરી છે…35 થી 40 દિવસ બાદ બાળસિંહને ફરી જંગલમાં મુક્ત પણ કરી શકાશે.

આ પણ વાંચોઃ

IAFએ બોમ્બની ધમકી બાદ લેન્ડ થયેલા રશિયન પ્લેનને કેવી રીતે સુરક્ષિત કર્યું