Not Set/ કેરળના અસરગ્રસ્તોની વહારે આવી કંગના, સહાય માટે મોકલી આટલી રકમ

મુંબઇ, કેરળમાં આવેલી વરસાદી આફતમાં અસરગ્રસ્ત થયેલાં લાખો લોકોની વહારે આવેલાં મહાનુભવોમાં વધુ એક નામ જોડાઇ ગયું છે.દેશના ખૂણે-ખૂણેથી સામાન્ય માણસોથી માંડીને સેલિબ્રિટીઝ કેરળની મદદ માટે આગળ આવી રહ્યાં છે,ત્યારે હવે બોલિવૂડ ક્વીન કંગના રનોતે પણ સહાય માટે હાથ આગળ કર્યો છે. કેરળના પુરગ્રસ્તોની હાલતથી દુખી થયેલી કંગનાએ પૂર પીડિતો માટે 10 લાખ રૂપિયાની સહાય મોકલી છે.કંગના […]

Uncategorized
629753 kangana ranaut 120417 કેરળના અસરગ્રસ્તોની વહારે આવી કંગના, સહાય માટે મોકલી આટલી રકમ

મુંબઇ,

કેરળમાં આવેલી વરસાદી આફતમાં અસરગ્રસ્ત થયેલાં લાખો લોકોની વહારે આવેલાં મહાનુભવોમાં વધુ એક નામ જોડાઇ ગયું છે.દેશના ખૂણે-ખૂણેથી સામાન્ય માણસોથી માંડીને સેલિબ્રિટીઝ કેરળની મદદ માટે આગળ આવી રહ્યાં છે,ત્યારે હવે બોલિવૂડ ક્વીન કંગના રનોતે પણ સહાય માટે હાથ આગળ કર્યો છે.

કેરળના પુરગ્રસ્તોની હાલતથી દુખી થયેલી કંગનાએ પૂર પીડિતો માટે 10 લાખ રૂપિયાની સહાય મોકલી છે.કંગના કહે છે કે કેરળની હાલતના સમાચાર સાંભળીને હું બહુ દુખી થઇ હતી.મારા કામના ભારણને લીધે ત્યાં રૂબરૂ જવું શક્ય નહોતું એટલે મેં રોકડ સહાયની મદદ કરી છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી કંગના નાઈટ શિફ્ટમાં કામ કરી રહી છે જેના કારણે તે કેરળ માટે કોઈ ચોક્કસ મદદ કરવા માટે આગળ આવી શકી નહોતી. પરંતુ તેને સમય મળતા જ પોતાના તરફથી 10 લાખ રૂપિયાની રકમ કેરળ માટે દાન કરી દીધી છે.

કંગનાએ ચીફ મિનિસ્ટરના રાહત ફંડમાં ઑનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા 10 લાખ રૂપિયાની સહાયતા મોકલાવી છે.પોતાના આ માનવતાના કામ અંગે કંગનાએ કહ્યું કે, હું દેશના લોકોને કહેવા માગું છું કે, જેની જેટલી યોગ્યતા હોય તે પ્રમાણે તેણે આ મુશ્કેલ સમયમાં કેરળના અસરગ્રસ્તોની સહાય માટે આગળ આવવું જોઈએ.

કંગનાએ વધુમાં કહ્યું કે હું કેરળના લોકોને કહેવા માગું છું કે, તેમની સાથે આખો દેશ ઊભો છે અને તેમના માટે દુઆ માંગી રહ્યો છે. અમે તમારા દુ:ખમાં સામેલ છીએ અને તમારી પીડાને અનુભવી શકીએ છીએ. ભગવાનની કૃપાથી તમે આ મુશ્કેલીમાંથી જલદી બહાર આવી જશો.