વાતાવરણમાં પલટો/ અમદાવાદના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો, ધૂળની ડમરીઓ સાથે વાવાઝોડુ

અમદાવાદમાં પણ રાતના સમયે અચાનક ભારે ધૂળની ડમરીઓ સાથે વાવાઝોડા નું વાતાવરણ સર્જાયું હતું. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ધૂળની ડમરીઓ સાથે ભારે પવન ફૂંકાયો હતો.

Top Stories Gujarat Others
corona spread 11 અમદાવાદના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો, ધૂળની ડમરીઓ સાથે વાવાઝોડુ

અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અમદાવાદમાં પણ રાતના સમયે અચાનક ભારે ધૂળની ડમરીઓ સાથે વાવાઝોડા નું વાતાવરણ સર્જાયું હતું. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ધૂળની ડમરીઓ સાથે ભારે પવન ફૂંકાયો હતો.

જો કે અમદાવાદ શહેરમાં નાઈટ કર્ફ્યુનો અમલ માં અમલમાં હોવાથી રોડ ઉપર વાહન ઓચ્ચી માત્ર દોડી રહ્યા હતા. પરંતુ છતાંય ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો  હતો.  ભારે પવનના કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોવાઈ ગયો હતો.

અમદાવાદમાં આશરે ૩૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.  શહેરના સાબરમતી, નારણપુરા સેટેલાઈટ, અમરાઈવાડી, સરખેજ, બોપલ સહિતના વિવિધ વિસ્તારોમાં ભારે ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાયો હતો, શહેર આખામાં ધૂળનું સામ્રાજ્ય થઈ ગયું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે છેલ્લા એક અઠવાડિયાથી સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં સામાન્યથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.