Photos/ સુહાના ખાને રસોડામાં કામ કરતા પડાવ્યો ફોટો, જોઈ ચાહકો થયા દિવાના

સુહાના ખાન અભ્યાસ માટે ન્યૂયોર્ક ગઈ છે અને દરરોજ તે સોશિયલ મીડિયા પર નવી તસવીરો શેર કરતી રહે છે.

Entertainment
a 363 સુહાના ખાને રસોડામાં કામ કરતા પડાવ્યો ફોટો, જોઈ ચાહકો થયા દિવાના

સુહાના ખાન ફરી એકવાર તેના ચાહકો માટે સુંદર તસવીરો લઈને આવી છે. આ તસવીરમાં સુહાના ખાન રસોડામાં કામ કરતી જોવા મળી રહી છે. સુહાના ખાનના ફોટાનો અંદાજ તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે  જેને કારણે તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે.

સુહાના ખાન અભ્યાસ માટે ન્યૂયોર્ક ગઈ છે અને દરરોજ તે સોશિયલ મીડિયા પર નવી તસવીરો શેર કરતી રહે છે. દરમિયાન સુહાના ખાનને ફરી એકવાર પોસ્ટ શેર કરી છે, જેને જોઇને તેના ચાહકો તેમના પ્રત્યે દિવાના થઈ રહ્યા છે. હકીકતમાં, આ વખતે સુહાના ખાને તેના ઇન્સ્ટાગ્રામ પર રસોડામાં કામ કરતી વખતે એક તસવીર શેર કરી છે.

આ પણ વાંચો :  બોલીવુડની અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે દિશા પાટનીની બહેન, આ હીરો પણ કરે છે ફોલો

 

View this post on Instagram

 

A post shared by Suhana Khan (@suhanakhan2) 

સુહાના ખાનની સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. ઇન્સ્ટા પર દોઢ કરોડથી વધુ લોકો તેને ફોલો કરે છે. કદાચ આ કારણોને લીધે, તેમની પોસ્ટ વધુને વધુ વાયરલ થતી હોય છે. ચાહકોની સાથે સેલેબ્સ પણ સુહાના ખાનની તસવીરો પર પ્રતિક્રિયા આપતા જોવા મળે છે.

આ પણ વાંચો : ઇસાબેલ કૈફ અને સૂરજ પંચોલી ફિલ્મ ‘ટાઇમ ટૂ ડાન્સ’ નું ટ્રેલર રિલીઝ, જુઓ અહીં

આપને જણાવી દઈએ કે, સુહાના ખાન તેનો અભ્યાસ પૂરો કરવા માટે ન્યૂયોર્ક પરત ફરી છે.  શાહરૂખ ખાન અને અબરામ ખાન સુહાનાને મુકવા એરપોર્ટ પર ગયા હતા. સુહાના ખાન મુંબઈમાં કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે મુંબઈ પરત આવી હતી, પરંતુ પરિસ્થિતિ સુધાર્યા પછી તરત જ સુહાના ખાન ન્યૂયોર્ક પરત ફરી હતી.