બ્લાસ્ટ/ અફઘાનિસ્તાનમાં શિયા મસ્જિદમાં નમાઝ દરમિયાન આત્મઘાતી વિસ્ફોટ, સાત લોકોના મોત,15 ગંભીર ઇજાગ્રસ્ત

ઈમામ ઝમાન મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં સાત લોકોના મોત થયા હતા, જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા હતા

Top Stories World
7 1 2 અફઘાનિસ્તાનમાં શિયા મસ્જિદમાં નમાઝ દરમિયાન આત્મઘાતી વિસ્ફોટ, સાત લોકોના મોત,15 ગંભીર ઇજાગ્રસ્ત

ઉત્તર અફઘાનિસ્તાનમાં બગાન પ્રાંતના પોલ-એ-ખોમરી શહેરમાં શુક્રવારે નમાજ દરમિયાન આત્મઘાતી વિસ્ફોટ થયો હતો. ઈમામ ઝમાન મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં સાત લોકોના મોત થયા હતા, જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા હતા. હુમલાખોર મસ્જિદ સુધી કેવી રીતે પહોંચ્યો તે જાણવા માટે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. અત્યાર સુધી આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી. જો કે માનવામાં આવી રહ્યું છે કે આ વિસ્ફોટ આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ દ્વારા કરવામાં આવ્યો હતો.

સુન્ની મુસ્લિમોનું આ આતંકવાદી સંગઠન શિયા સમુદાયને ધર્મ વિરોધી માને છે અને 2021માં તાલિબાને સત્તા પર કબજો કર્યો ત્યારથી શિયા સમુદાય પર અનેક હુમલાઓ કર્યા છે.